રાજકોટની તમામ શાળાઓમાં નિયમ લાગુ કરાશે, બાળકોમાં સારા સંસ્કારોના સિંચન માટે નિયમો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં શાળા સંચાલકોએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજકોટમાં હવેથી કોઇપણ શાળામાં વાલીઓ ટુંકા કપડાં, બરમૂડા કે નાઇટ ડ્રેસ જેવા પોશાક પહેરીને પ્રવેશ નહીં કરી શકે છે. શાળા સંચાલકોએ આ નિર્ણય લેતા કહ્યું કે શહેરમાં શાળાઓ એ મંદિર છે અને મંદિરમાં શિસ્ત પાળવું પડશે. બાળકોને પ્રેરણા મળે તેવા ડ્રેસકોડ સાથે જ શાળાના કેમ્પસમાં આવવા પર વાલીઓને શાળા સંચાલકો તરફથી તાકીદ કરાઇ છે.
- Advertisement -
ખાસ વાત છે કે, આ નિયમ શહેરની તમામ શાળાઓ માટે લાગુ કરાશે. જો કોઇપણ વાલી શિસ્તભંગ કરતાં કપડાં પહેરીને શાળાના કેમ્પસમાં આવશે તો તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવશે. બાળકોમાં સારા સંસ્કાર અને મર્યાદા જળવાઇ રહે તે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો આ મહત્વનો નિર્ણય છે.
સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે રાજકોટ સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળ હેઠળ આવતી તમામ શાળાઓમાં આ પ્રકારની શિસ્ત કેળવાય તે માટે અમે સોમવારે મળેલી કારોબારી મીટિંગમાં પણ આ મુદ્દાની ચર્ચા કરી છે. તમામ શાળાઓમાં આ નિયમ લાગુ કરાશે. શાળા કેમ્પસમાં વાલીઓ દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરીને જવા આવવા પર પ્રતિબંધ મામલે હવે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન સામે આવ્યુ છે.
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે જણાવ્યુ કે, જે રીતે મંદિર અને કુટુંબના નિયમો છે તેવા જ શાળાના નિયમો છે, અને તેને પાળવા જરૂરી છે. હાલમાં એક વાત ઉડીને આખે વળગે છે ઉચિત ના હોય તેવા કપડાં વાલીઓ પહેરે છે. શાળા સંચાલક મંડળના નિયમ બાબતે અમે ચર્ચા કરીશું. આવા નિર્ણયથી બાળકોમાં સંસ્કારનું સિંચન થશે. બાળકો અને શિક્ષકો પણ સારા વસ્ત્રો પહેરે. તમામ લોકોએ સ્કૂલે મર્યાદામાં આવવું જોઈએ. જો કોઈ શાળામાં શિક્ષકો પણ અમર્યાદિત કપડા પહેરતા હોય તો સંચાલકો પાસે ખુલાસો પૂછીશુ.
- Advertisement -
વાલીમીટિંગમાં નાઈટડ્રેસ કે ટૂંકાં કપડાં પહેરીને ન આવવું, જો કોઈ વાલી આ પ્રકારના શિસ્તભંગ કરતાં કપડાં પહેરીને સ્કૂલ કેમ્પસમાં આવશે, તો તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવશે
તો કોઈ ચડ્ડા કે કેપ્રી પહેરીને શાળા કેમ્પસમાં આવતાં હોય છે. વાલીઓની આવી ટેવને ગંભીરતાથી લઈ તેમને ટકોર કરાઈ છે કે હવેથી બાળકોને લેવા-મૂકવા કે વાલીમીટિંગમાં નાઈટડ્રેસ કે ટૂંકાં કપડાં પહેરીને ન આવવું. જો કોઈ વાલી આ પ્રકારના શિસ્તભંગ કરતાં કપડાં પહેરીને સ્કૂલ કેમ્પસમાં આવશે તો તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવશે. સ્કૂલની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે. શાળા-સંચાલકો પ્રમાણે, શાળા એ વિદ્યાનું ધામ છે, વિદ્યાનું મંદિર છે જ્યાં નાઇટડ્રેસ અને ચડ્ડા પહેરીને ન આવી શકાય. બાળક શિસ્ત અને સારા સંસ્કાર શાળામાંથી જ મેળવે છે. જેથી બાળકો પર પણ તેની અસર પડતી હોય છે. શાળા સંચાલકો પ્રમાણે, વાલીઓ કોઈના ઘરે જાય અથવા બહાર ફરવા જાય ત્યારે ઔચિત્ય જળવાય તેવા કપડા પહેરે છે. તે જ પ્રમાણે શાળામાં પણ શિસ્ત જળવાય તે જરૂરી છે.
મહત્વનું છે કે ગઈકાલે મળેલી રાજકોટ સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળની કારોબારીમાં ચર્ચા કરાઈ હતી કે, તમામ શાળાઓમાં આ પ્રકારની શિસ્ત કેળવાય તે જરૂરી છે.