સુરક્ષાને ધ્યાને લઈ પેરા મિલિટરી ફોર્સ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં વિધાનસભાની ચૂંટણીને પગલે પેરા મિલિટરી ફોર્સની ટુકડીનું આગમન થયું છે અને સુરક્ષાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસની સાથે પેરા મિલિટરી ફોર્સ દ્વારા અલગ અલગ સંવેદનશીલ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.
- Advertisement -
રાજ્યની વિધાનસભાની ચૂંટણી જાહેર થતા આચાર સંહિતા અમલી બની હોય સુરક્ષાને ધ્યાને લઈને મોરબી બેઠક ઉપર પેરા મિલિટરી ફોર્સની એક ટુકડી મુકવામાં આવી છે અને મોરબીના અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં પેરા મિલિટરી ફોર્સની ટુકડીને તૈનાત કરવામાં આવી છે અને આ પેરા મિલિટરી ફોર્સ દ્વારા દરરોજ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ સહિતના અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલીગ કરવામાં આવી રહ્યું છે તે દરમિયાન ગઈકાલે બી ડિવિઝન પોલીસની સાથે વિશિપરા સહિતના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં તેમજ ટંકારામાં પણ સ્થાનિક પોલીસને સાથે રાખીને અલગ અલગ વિસ્તારોમાં પેરા મિલિટરી ફોર્સ દ્વારા સુરક્ષાને ધ્યાને લઈને ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.