72 કલાકમાં અસિત વોરાની હકાલપટ્ટી નહીં કરાય તો આંદોલન કરવાની યુવરાજસિંહની ચીમકી
ખાસ-ખબર સંવાદદાતા
હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે ગૃહરાજ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું છે કે પ્રાંતિજ પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. તથા તપાસ માટે પોલીસની 24 ટીમ બનાવાઈ છે. તેમજ પહેલા દિવસથી તમામ પાસા અંગે તપાસ કરાઇ રહી છે. પેપરલીક કાંડમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તથા પેપર લીકમાં પ્રાંતિજ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જેમાં મુખ્ય શંકાસ્પદ આરોપીએ પેપર લીક, સોલ્વ કર્યુ છે. તથા પ્રાથમિક તપાસમાં 10 લોકોના નામ સામે આવ્યા છે. જેમાં તપાસ માટે પોલીસની 24 ટીમ બનાવાઈ છે. તેમાં દાખલારૂપ કાર્યવાહી કરાશે તેમ પણ હર્ષ સંઘવીએ જણાવ્યું છે. હેડ ક્લાર્કની પરીક્ષા લેવાઈ તેના એક દિવસ અગાઉ જ પેપર લીક થયાની ઘટના બાદ ગૌણ સેવા પસંદગી મંડળ અને ખુદ સરકારની ઊંઘ ઉડી ગઈ છે. જેમાં આ મામલે પ્રાંતિજમાં FIR કરવામાં આવી છે. અત્યાર સુધી 15થી વધુની અટકાયત અને પૂછપરછ થઈ છે.