રાજકોટ – વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “હર ઘર, નલ સે જલ” અભિયાન હેઠળ દેશના તમામ લોકોને વર્ષ-૨૦૨૪ સુધીમાં ઘરે-ઘર નળ દ્વારા પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવાની કામગીરી અન્વયે રાજય સરકારે આ લક્ષ્યાંક વર્ષ ૨૦૨૨માં જ પૂર્ણ કરવા ત્વરીત કામગીરીનો આરંભ કરી દીધો છે.
હાલ રાજકોટ જિલ્લામાં કુલ ૧૮ જુથ પાણી પુરવઠા યોજના હેઠળ ૫૬૩ ગામોનો સમાવેશ કરી નર્મદાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં કુલ ૨૩૭૦ કી.મી.ની પાઇપલાઇન બીછાવી પાણી વિતરણ કરવામાં આવ રહયું છે.
- Advertisement -
આ ઉપરાંત જિલ્લામાં પાણી પુરવઠાના રૂા. ૨૭૨ કરોડના ખર્ચે વિવિધ કામો જેવા કે પાણી વિતરણ માટે પાઇપલાઇન, સમ્પ, ઉંચી ટાંકી , ફિલ્ટર પ્લાન્ટ વગેરે જેવા કુલ ૧૬ કામો પ્રગતિ હેઠળ છે.
આમ વર્ષ ૨૦૨૨ સુધીમાં સમગ્ર રાજય સાથે રાજકોટ જિલ્લામાં પણ ઘરે-ઘર નળ દ્વારા પીવાના શુધ્ધ પાણીનું વિતરણ કરવા પાણી પુરવઠા વિભાગ કામગીરી કરી રહયો છે.