પાકિસ્તાન સામે મેચ જીત્યા બાદ હાર્દિક પંડયાનાં ટ્વિટ પર પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આમિરે કહ્યું કે ખૂબ જ સરસ રમ્યા. હવે સોશિયલ મીડિયા પર તેના વખાણ થઈ રહ્યા છે.
એશિયા કપમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાને જીત અપાવ્યા બાદ હાર્દિક પંડયાએ એક ટ્વિટ કર્યું હતું. તેમાં તેમણે એક ફોટો શેર કર્યો હતો. એક ફોટો એશિયા કપ 2022માંઆ મેચ જીત્યા બાદનો હતો અને એક ફોટો 2018નો હતો, જેમાંઆ તે જ મેદાન પર ઇજાગ્રસ્ત થયા બાદ સ્ટ્રેચરથી બહાર જતાં તેઓ જોવા મળે છે. આ તસવીરો સાથે હાર્દિક પંડયાએ લખ્યું હતું કે વાપસી હંમેશા નિરાશા કરતાં મોટી હોય છે. હવે આ ટ્વિટ પર પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે રિપ્લાય કર્યો છે. તેમણે જે લખ્યું છે, તેના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.
- Advertisement -
હાર્દિકનું ટ્વિટ
મોહમ્મદ આમિરે પંડ્યાના આ ટ્વિટ પર લખ્યું છે કે ‘ખૂબ જ સરસ રમ્યા, ભાઈ’. મોહમ્મદ આમિર સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેઓ મોટેભાગે પોતાની પોસ્ટનાં માધ્યમથી ટ્રેન્ડમાં રહે છે. હાલમાં જ જ્યારે શાહીન આફ્રિદી એશિયા કકપ માટે પાકિસ્તાન સ્કવાડથી બહાર થયા હતા, ત્યારે પણ તેઓ ટ્રેન્ડમાંઆ હતા. ત્યારે સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ફેન્સ તેમને સ્કવાડમાં સામેલ કરવા માટે ટ્વિટ કરી રહ્યા હતા. આ પર પણ મોહમ્મદ આમિરે મજાક કરતાં લખ્યું હતું કે હું ટ્રેન્ડ કરી રહ્યો છું પણ શા માટે?
Well played brother 👏 https://t.co/j9QPWe72fR
- Advertisement -
— Mohammad Amir (@iamamirofficial) August 29, 2022
ફિક્સિંગને કારણે નષ્ટ થઈ ગઈ કરિયર
મોહમ્મદ આમિર લેફ્ટ હેન્ડ બોલર છે. એક સમયે પાકિસ્તાનના લીડ બોલર હતા. ફિક્સિંગના મામલામાં નામ આવવા પર તેમની કરિયર નષ્ટ થઈ ગઈ હતી. વર્ષ 2020માં તેમણે ક્રિકેટથી રિટાયરમેન્ટ ળાઇ લીધું હતું. જોકે, ગયા વર્ષે જૂનમાં તેમણે રિટાયરમેન્ટનો નિર્ણય પાછો ળાઇ લીધો હતો અને મેદાન પર વાપસી કરી હતી. જોકે હવે તેમને નેશનલ ટીમમાં ફરી સામેલ કરવામાં આવ્યા નથી.