પક્ષીઓની 90 ટકા પ્રજાતિઓ તેનું આખું જીવન એકબીજા સાથે જ વિતાવે છે પણ પક્ષીઓમાં બ્રેક અપનું પ્રમાણ વધી રહ્યું અને પક્ષીઓની 232 પ્રજાતિઓ તેમના સાથીઓથી છૂટાછેડા લઈ રહ્યા છે
માણસો પોતાના સંબંધો સાચવી નથી શકતા અને એ સાથે જ બીજા જીવોના સંબંધો પણ બગાડે છે. એક નવી સ્ટડીમાં ખુલાસો થયો છે કે પક્ષીઓમાં પણ છૂટાછેડા થઈ રહ્યા છે. સૌથી વધુ એ પક્ષીઓમાં જે ઘણી લાંબી મુસાફરી કરે છે એટલે કે એક સિઝનથી બીજી સિઝન વચ્ચે હજારો કિલોમીટરની એ દૂરી. તેની પાછળનું કારણ છે માણસો.
- Advertisement -
આપણા કારણે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન વધી રહ્યું છે અને આપણે જ જંગલો કાપી રહ્યા છીએ. ત્યાં નવા નવા શહેરો બની રહ્યા છે અને આ બધાને કારણે પક્ષીઓના બ્રીડિંગ અને ખાવાની જગ્યા બગડી રહી છે. જણાવી દઈએ કે પક્ષીઓની 90 ટકા પ્રજાતિઓ તેનું આખું જીવન એકબીજા સાથે જ વિતાવે છે પણ એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે પક્ષીઓની 232 પ્રજાતિઓ તેમના સાથીઓથી છૂટાછેડા લઈ રહ્યા છે અને પક્ષીઓમાં છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. હાલ એવું થઈ રહ્યું છે કે નર અને માદા પક્ષીઓ તેમના જૂના જીવનસાથીને છોડીને નવા સાથીની શોધ કરે છે. અને આમ કરવા પાછળનું કારણ છે જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ.
ચીનમાં આવેલ સન યાત સેન યુનિવર્સિટીના સંશોધક લિયુ યાંગ અને તેની ટીમે પક્ષીઓની 232 પ્રજાતિઓ પર સ્ટડી કરી હતી અને એમને જણાવ મળ્યું હતું કે ખોરાક અને બ્રીડિંગ માટે વર્ષમાં બે વાર સ્થળાંતર કરતા પક્ષીઓમાં બ્રેક-અપ અને છૂટાછેડાનો દર જોવા મળ્યો હતો. આ સિવાય ઓસ્ટ્રેલિયાના આર્મીડેલમાં યુનિવર્સિટી ઓફ ન્યુ ઈંગ્લેન્ડના પક્ષીશાસ્ત્રી જોસેલા કેપ્લા એ પણ એક સ્ટડીમાં જણાવ્યું હતું કે લાંબા અંતરની મુસાફરી કરતી વખતે પક્ષીઓને વિવિધ આબોહવામાંથી પસાર થવું પડે છે અને તેને કારણે તેમના પર માનસિક દબાણ સર્જાય છે. આવી સ્થિતિમાં સાથી પક્ષીને પાછું મેળવવું મુશ્કેલ બને છે અને કેટલીકવાર પક્ષી ખાવા અને પ્રજનન કરવાની ના પાડે છે અને તેને કારણે જ બીજા પક્ષી તેમને છોડી દે છે. આગળ એમને જણાવ્યું હતું કે, ‘પ્રદૂષણ, આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ સિવાય તેની પાછળ ખરાબ હવામાન, તોફાન અને અન્ય પ્રકારના બીજા હવામાનના કારણો પણ છે.
- Advertisement -
ફક્ત ઉડતા પક્ષીઓ વચ્ચે જ નહીં પણ પેન્ગ્વિન વચ્ચે એ છૂટાછેડાનો દર 85 ટકા જેટલો વધ્યો છે. આ સિવાય પીપિંગ પ્લવરમાં છૂટાછેડા અને બ્રેક-અપના દરમાં બે તૃતીયાંશનો વધારો થયો છે. જણાવી દઈએ કે ગરમ વાતાવરણને કારણે આ પક્ષીઓની ઉડાન ક્ષમતા, પ્રજનન ક્ષમતા અને માનસિક સંતુલન બગડી રહ્યું છે અને માણસોને કારણે દરિયાની સપાટીનું તાપમાન પણ સતત વધી રહ્યું છે. કેટલીક વખત પક્ષીઓ જ્યાં પ્રજનન કરવા જાય છે ત્યાં હવામાન આગળ અને પાછળ થવાને કારણે આવું બની રહ્યું છે. એટલે કે ભારતમાં શિયાળો મોડો આવે તો રશિયાથી આવતા પક્ષીઓને આ વાતની ખબર પડતી નથી અને અહિયાં આવ્યા પછી તેમણે તકલીફ પડી રહી છે.
પ્રજનન સમયે નર પક્ષીનું પ્રદર્શન ઘણા કારણોસર બગડે છે જેમ કે ખોરાકનો અભાવ, થાક, ખરાબ હવામાન, આબોહવા પરિવર્તન, અતિશય ગરમી. આ સિવાય માદા પક્ષીઓ સાથે પણ આવું જ થાય છે અને આવી સ્થિતિમાં આ પક્ષીઓ નવા જીવનસાથીની શોધમાં નીકળી પડે છે.