અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ગુરુવારના રોજ પહલગામ ઘટના પર પ્રતિક્રિયા આપી છે અને ભારતને હુમલાનો જવાબ આપવા પણ કહ્યું. તેઓ ચિંતિત છે કે બંને પરમાણુ શક્તિ ધરાવતા દેશ(ભારત-પાક) વચ્ચે વ્યાપક પ્રાદેશિક સંઘર્ષ ન વધે. આ ઉપરાંત આતંકવાદની કડક નિંદા કરતા જવાબદાર આતંકવાદીઓને શોધી સજા ફટકારવા ભારતને અપીલ કરી છે. યુએસ ભારતની સાથે છે અને તેને સમર્થન કરે છે તેવી ખાતરી પણ આપી છે.
- Advertisement -
પાક ભારતને તપાસ કામગીરીમાં સહયોગ કરે
અમેરિકાની એક સ્થાનિક મીડિયા ચેનલના પૉડકાસ્ટ દરમિયાન વાતચીત કરતાં તેમણે કહ્યું કે,’આશા રાખીએ છીએ ભારત પાકિસ્તાનને હુમલાનો જવાબ આપે અને જ્યાં સુધી પાકિસ્તાન આ ઘટના પાછળ જવાબદાર છે તો એ ભારતને તપાસ કામગીરીમાં પૂરો સહયોગ કરે. જેના કારણે જે સક્રિય ક્ષેત્રોમાંથી આતંકવાદ ફેલાય રહ્યો છે, તેનો નિકાલ કરી શકીએ.’
જેડી વેન્સ અને મારકો રૂબિયોએ આપી પ્રતિક્રિયા, અમેરિકા ભારતના પડખે
- Advertisement -
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર હુમલા દરમિયાન વેન્સ અને તેનો પરિવાર ભારતની મુલાકાત પર હતા. અગાઉ પણ તેમણે વડા પ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી સંવેદના વ્યક્ત કરી હતી. અમેરિકાના વિદેશમંત્રી મારકો રૂબિયોએ પણ ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર સાથે ફોન પર વાત કરી હતી અને આતંકવાદ સામે લડવા અમેરિકાનો સહયોગ વ્યક્ત કર્યો હતો.