રાજકોટના ત્રણ બુટલેગર સહિત ચાર શખશોની 66 હજારના દારૂ સાથે ધરપકડ, ડ્રાઇવર ફરાર
રાજસ્થાનથી ટ્રાવેલ્સમાં મંગાવતા હતા : બસ, બે કાર સહિત 13.81 લાખનો મુદામાલ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પડધરી પાસે બાઘીના પાટીયે બસમાંથી કારમાં દારૂનું કટિંગ થતું હતું ત્યાં જ પોલીસ ત્રાટકી હતી અને 4 આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે 1 આરોપી ફરાર થઈ ગયો હતો. પડધરી પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં રાજકોટના આંબેડકરનગરમાં રહેતા પ્રકાશ રાઠોડ, હિતેષ પરમાર, રોહીત રાઠોડ અને રાજસ્થાનના શ્રવણ રબારીની ધરપકડ થઈ છે. ટ્રાવેલ્સ બસ, બે કાર દારૂની 324 બોટલ સહિત રૂ.13.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરાયો હતો. જ્યારે બસ ચાલક ભાગી છૂટ્યો હતો.
- Advertisement -
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી હિમકર સિંહએ ગેરકાયદેસર દારૂની હેરફેર કરતા શખ્સો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે અંગે ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પડધરી પીઆઇ એસ.એન. પરમારની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
દરમ્યાન બાતમી મળતા બાઘી ગામના પાટીયા પાસે રોડ પર દરોડો પાડતા ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી અન્ય બે કારમાં ઇંગ્લીશ દારુનું કટિંગ કરતા 4 આરોપીઓ ઝડપાયા હતા. આરોપીઓ શ્રવણ ભગા મોઇડા રબારી રહે. રાજસ્થાન, પ્રકાશ સુરેશ રાઠોડ રહે. આંબેડકરનગર શેરી નં.3 150 ફુટ રિંગ રોડ રાજકોટ, હિતેષ કિશોર પરમાર રહે. આંબેડકરનગર શેરી નં.11, હિના પાન સામે રાજકોટ અને રોહીત કેશવ રાઠોડ રહે.આંબેડકરનગર શેરી નં.3, રાજકોટની ધરપકડ થઈ છે જ્યારે બસનો ડ્રાઇવર કેલુરામ ગુર્જર નાસી છૂટ્યો હતો. પોલીસે દારૂની 324 બોટલ, બસ, બે કાર 3 મોબાઈલ ફોન મળી રૂ.13,81,152નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ કામગીરી પીઆઇ એસ.એન.પરમાર, એ.એસ.આઇ ભગીરથસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વસંતભાઇ ભુંડીયા, અશોકભાઇ ડાંગર, સુમીતભાઈ પનાળીયા દ્વારા કરવામા આવેલ છે.