ફાટક બંધની સૂચના આપતા બેનર લગાવવામાં આવ્યા ડામરના સ્થાને રબર પ્લેટ નાખવાની કામગીરીને કારણે 9થી 11 ડિસેમ્બર સુધીમાં 49,833 વાહનચાલકોને હાલાકી પડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
રાજકોટની ઙઉખ રેલ્વે ફાટક તારીખ 9થી 11 ડિસેમ્બર સુધી બંધ રહેશે. ઙઉખ રેલ્વે ફાટક પાસે રેલ્વે ટ્રેક પર ડામરના સ્થાને રબર પ્લેટ નાખવાની હોવાથી આ ફાટક ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવશે, જેને લીધે દરરોજ અહીંથી પસાર થતાં 16,611 જેટલા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. એટલે કે 3 દિવસમાં 49,833 વાહનચાલકોને પરેશાની થશે. જોકે, તેના પછી આવતી અટિકા ફાટક ચાલુ રહેશે. જેથી, ત્યાં ટ્રાફિકજામ થશે તો ગોંડલ રોડ ઉપરના વિવેકાનંદ બ્રિજ ઉપર પણ વાહનોની કતારના દ્રશ્યો જોવા મળશે.
- Advertisement -
શહેરના ગોંડલ રોડ ઉપર આવેલા PDM રેલ્વે ક્રોસિંગ પાસે આગામી તારીખ 9થી 11 ડિસેમ્બર દરમિયાન ફાટક બંધ રહેવાની હોવાની સૂચના આપતા બેનર લગાવવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ફાટક નંબર 11 ( પી. ડી. માલવિયા ફાટક) રેલવે ટ્રેક મેન્ટેનન્સ કાર્ય હેતુ તારીખ 9થી 11 ડિસેમ્બર સુધી બંધ રહેશે. આ દરમિયાન વાહન વ્યવહારની સગવડ માટે ફાટક નંબર 12 (અટિકા ફાટક) અને આર. ઓ. બી. નંબર 10 (વિવેકાનંદ ઓવરબ્રિજ) નો ઉપયોગ કરી શકાય.
અત્રે નોંધનીય છે કે, રાજકોટ શહેરના ગોંડલ રોડ ઉપર આવેલી આ ઙઉખ ફાટક પરથી અઠવાડિયામાં 1,16,280 વાહનચાલકો પસાર થાય છે એટલે કે દરરોજ 16,611 વાહનચાલકો અવરજવર કરે છે. જેથી, ત્રણ દિવસ સુધી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે, આ માટે અગાઉથી જાણ સ્વરૂપે ઙઉખ રેલ્વે ફાટક પાસે વાહન ચાલકોને સૂચના સ્વરૂપે બેનર ચોંટાડવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રેલવે ફાટક પાસે ડામર નાખ્યો હોવાથી ત્યાથી પસાર થતી ટ્રેનમાં મુસાફરોને થડકા આવે છે. આ ઉપરાંત ડામર નીકળી જાય તો મુશ્કેલી ઊભી થાય છે એવામાં હવે દરેક રેલવે ફાટક પાસે ડામરના સ્થાને રબર પ્લેટ નાખવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ઙઉખ ફાટક પાસે રબર પ્લેટ નાખવાની કામગીરી કરવામાં આવશે. જે કામગીરીના ભાગરૂપે જ ત્રણ દિવસ સુધી આ રેલવે ફાટક બંધ રહેશે જેથી ત્યાંથી આ સમય દરમિયાન વાહન ચાલકો પસાર નહીં થઈ શકે.