ખાસ-ખબર ન્યૂઝ ન્યૂયોર્ક, તા.14
અમેરિકાના એક વૈજ્ઞાનિકોના ગુ્પે તાજેતરમાં એક અહેવાલમાં જણાવાયું છે કે ઓપન હાઇનું એઆઇ ટૂલ ચેટજીપીટી દર કલાકે પ લાખ કિલો વોટ વીજળીનો ઉપયોગ કરે છે. આ ઘરોની સરખામણીમાં 17 હજાર ગણી વધારે છે. કેટલાકે તો એવી પણ શંકા વ્યકત કરી છે કે એઆઇની દુનિયા વૈશ્વિક વીજળી સંકટ ઉભંન કરી શકે છે. અંદાજે 20 કરોડ જેટલા એઆઇના યુઝર્સ છે. વૈજ્ઞાાનિક એલેકસ ડી વ્રીજે જણાવ્યું હતું કે ગૂગલ દર સર્ચમાં જનરેટિવ એઆઇ સામેલ કરે છે. દર વર્ષે 29 બિલિયન કિલોવોટ પ્રતિ કલાકનો વપરાશ કરી શકે છે. આ વપરાશ કેન્યા, ગ્વાટેમાલ અને ક્રોએશિયા જેવા દેશોની વાર્ષિક વપરાશને પણ પાર કરી જશે.