પહેલગામ આતંકવાદી હુમલા બાદ અને તાજેતરના ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારત વિરોધી કડક વલણ અપનાવ્યું હતું.
દુબઈમાં રહેતા કેરળના લોકોને હાલમાં સોશિયલ મીડિયા પર આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે તાજેતરમાં જ એક કાર્યક્રમમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહીદ આફ્રિદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ વિવાદ એવા સમયે ઉઠ્યો છે જ્યારે આફ્રિદીએ 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર વિવાદાસ્પદ વિનેદન આપ્યું હતું. આ હુમલામાં ભારતના 26 લોકોના મોત થયા હતા. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાને તબાહ કરી દીધા હતા.
- Advertisement -
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, આફ્રિદી સ્ટેજ પર પહોંચતા જ કાર્યક્રમનું સાંસ્કૃતિક પ્રદર્શન અટકાવીને સમુદાયના લોકો ‘બૂમ બૂમ’ના નારા લગાવીને તેનું સ્વાગત કર્યું. સ્ટેજ પર આફ્રિદીએ કહ્યું કે, “મને ભારતમાં ખાસ કરીને કેરળનો હિસ્સો અને તેનું ભોજન ખૂબ પસંદ છે.’ તેણે મજાકમાં કહ્યું ‘હો ગયા બૂમ બૂમ.’
પહલગામ હુમલા પર આફ્રિદીનું વિવાદાસ્પદ નિવેદન
આફ્રિદીએ તાજેતરમાં જ પાકિસ્તાનની એક ટીવી ચેનલ પર વાત કરતા ભારત પર કટાક્ષ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘જો ભારતમાં ફટાકડા પણ ફૂટે તો તેનો દોષ પણ પાકિસ્તાન પર આવે છે.’ તેણે ભારતીય સેનાની પણ ટીકા કરી હતી. આફ્રિદીએ કહ્યું હતું કે, ‘કાશ્મીરમાં 8 લાખની સેના છે, છતાં આ બન્યું. આનો અર્થ એ છે કે તમે લોકો નકામા છો, અસમર્થ છો, તમે લોકોને સુરક્ષા નથી આપી શકતા.’ તેણે ભારતીય મીડિયાના કવરેજને “બોલીવુડ ડ્રામો” ગણાવ્યો હતો અને આડકતરી રીતે ભારતીય ક્રિકેટરો પર પણ નિશાન સાધ્યુ હતું.
- Advertisement -
તમને જણાવી દઈએ કે, પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારી ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)’એ લીધી હતી, જે પ્રતિબંધિત પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલુ છે.
સોશિયલ મીડિયામાં આક્રોશ
આફ્રિદીના આ સ્વાગતનો વીડિયો શેર કરતા એક X યુઝરે લખ્યું કે, ‘કેટલી શરમજનક વાત છે! પહલગામ હુમલા બાદ અને ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા આ પાકિસ્તાનીને દુબઈમાં મલયાલી સમુદાય દ્વારા બૂમ-બૂમ કહીને કરવામાં આવે છે.’ ત્યારબાદ પ્રતિક્રિયાઓનો સિલસિલો શરૂ થઈ ગયો. એક યુઝરે લખ્યું કે, ‘દેશભક્તિ છગ્ગા પર… ખૂબ જ શરમજનક. તેમની પાસેથી વધુ સારી અપેક્ષા રાખવામાં આવી હતી.’ બીજાએ કટાક્ષ કર્યો, ‘દેશ પ્રત્યે આટલી બેવફાઈ? સૌથી શિક્ષિત રાજ્ય પાસેથી આ અપેક્ષા નહોતી. અપમાનજનક!’