ઘણાં વર્ષોથી ગરીબો અને ભૂખ્યાને ભોજન તેમજ જીવનજરૂરી વસ્તુ આપતી સંસ્થા આશુતોષ અન્નક્ષેત્રના સ્થાપક ભારદ્વાજબાપુના ગોસ્વામીના શ્રીમુખે ગઈકાલથી શિવકથાનું તા. 18 સુધી બપોરના 3-30થી 6-30 કલાક સુધી શ્રી નિલકંઠ મહાદેવ મંદિર, 150 રીંગ રોડ, રવિરાંદલ પાર્ક શીતલ પાર્ક બીઆરટીએસ બસ સ્ટોપ પાસે કરવામાં આવેલું છે. સંગીતમય શૈલીમાં ભારદ્વાજબાપુ ગોસ્વામી શિવકથાનું રસપાન કરાવશે. આજે શિવશક્તિ પ્રાગટ્ય અને ભસ્મનો મહિમા, આવતીકાલે શિવ-પાર્વતી વિવાહ, પંચાક્ષરનો મહિમા, તા. 15ના રોજ શિવલિંગ કેટલા પ્રકારના હોય છે, અને તેની પૂજા કેમ કરવી તેનું મહાત્મ્ય, તા. 16ના બિલ્વપત્ર અને રૂદ્રાક્ષનું મહાત્મ્ય, તા. 17ના બાર જ્યોર્તિલિંગ મહાત્મ્ય અને તા. 18ના રોજ શિવપૂજા અને કથા વિરામ થશે. શિવકથાનું રસપાન કરવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે.
શ્રી નીલકંઠ મહાદેવ મંદિરમાં શિવકથાનું આયોજન
Follow US
Find US on Social Medias