નાગર સ્પોટર્સે ક્લબ તથા અનંતજી વડનગરા નાગર બોર્ડિંગ દ્વારા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
- Advertisement -
નાગર સ્પોટર્સ કલબ તથા અનંતજી વડનગરા નાગર બોર્ડીંગ દ્વારા સમસ્ત ગુજરાતમા વસતા નાગર જ્ઞાતીના ક્રિકેટના ખેલૈયાઓનો ઉત્સાહ અને ઉમંગમા વધારો કરવા દર વર્ષેની માફક આ વર્ષે પણ રાજકોટ ખાતે ટેનીસ ફ્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવેલ છે. આગામી તા. 27/4/24 તથા તા. 28/4/24 ના રોજ રાજકોટ-મોરબી હાઈ-વે પર આવેલ રતનપર તથા ગૌરીદડ ખાતે અલગ અલગ 3 ક્રિકેટ ગ્રાઉન્ડ પર સમસ્ત ગુજરાતમા વસતા નાગર જ્ઞાતીના ક્રિકેટના ખેલૈયાઓ માટે ક્રિકેટનો ખરાખરીનો જંગ જામશે અને તે તહેવારરૂપી આ આયોજન નીહાળવા રાજકોટની તથા ગુજરાતમાં વસતા નાગર જ્ઞાતીની હસ્તીઓ હાજરી પુરાવશે.
આ ટુર્નામેન્ટમા ગુજરાતની કુલ 11 ટીમો ભાગ લેશે જેમા રાજકોટ તથા જામનગર ની 2-2 ટીમો તથા અમદાવાદ, ગાંધીનગર, ભુજ, વડનગર, મોરબી, બરોડા તથા માંગરોળ એમ મળી કુલ 11 ટીમોએ ભાગ લીધેલ છે. આ ટુર્નામેન્ટનો શુભારંભ નીશીથભાઈ નરેન્દ્રરાય બુચ, વિરેન્દ્રરાય માંકડ-મોરબી, મીનલબેન ધ્રુવિનભાઈ છાયા તથા ડો. હેમાંગભાઈ વસાવડા ના વરદ હસ્તે થવાનુ છે.આ ટુર્નામેન્ટ લીગ સ્ટેજની પધ્ધતીથી થવાની હોય જેમા દરેક ટીમોએ 2-2 મેચો રમવાના રહેશે જે તમામ મેચો 12-12 ઓવર્સેના છે અને તે તમામ મેચોના અંતે ટોપની જે 4 ટીમો થાશે તે સેમીફાઈનલમા પહોચશે અને ત્યારબાદ ફાઈનલ મેચ રમવામા આવશે અને ફાઈનલ મેચ 15 ઓવરનો રહેશે.
આ ટુર્નામેન્ટ દરમ્યાન તમામ મેચોના મેન ઓફ ઘી મેચ, બેસ્ટ બેસ્ટમેન, બેસ્ટ બોલર, બેસ્ટ ફીલ્ડર, બેસ્ટ વીકેટ કીપર તથા મેન ઓફ ધી સીરીઝ થનારને આર્કેષક ઈનામો આપવામા આવશે.આ ટુર્નામેન્ટને સફળ બનાવવામા આયોજક ટીમ તથા જુદી જુદી કમીટી રચવામા આવી છે તેમજ સમગ્ર આયોજનમા ગૌરાંગ બુચ, નીરજ ઓઝા, ધુવિન છાયા, અજય ઓઝા, હેમલ બક્ષી, દેવર્ષી હાથી, રશેન્દુ અવાશીયા, હીતેન પોટા, હીતેષ માંકડ-મોરબી, ધવલ અંતાણી, ચીરાગ પંડયા, પાર્થીવ છાયા, હીમેશ ઓઝા, વીગેરે જહેમત ઉઠાવી રહયા છે.