350થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં સ્પોર્ટસ ફેસ્ટીવલ સ્પીરીટ આઉટડોર ર0રપની શાનદાર ઉજવણી થઈ હતી જેમાં ડીસ્ટ્રીકટ સ્પોર્ટસ ઓફીસર જાડેજા સાહેબ સંસ્થાના ટ્રસ્ટી ડો. નરેન્દ્રભાઈ દવે તથા ગર્વનીંગ બોડીના મેમ્બર વિનોદભાઈ લાઠીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કુલ 6 રમતોનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં 3પ0થી પણ વધુ વિદ્યાર્થી ઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વી.વી.પીના ટ્રસ્ટી ડો. નરેન્દ્રભાઈ દવેએ જણાવ્યું હતું કે દર વર્ષે શિયાળો આવે ત્યારે ઠંડીની ઋતુમાં આઉટડોર સ્પોર્ટસ અને વરસાદની સિઝનમાં ઈન્ડોર સ્પોર્ટસનું આયોજન વી.વી.પી. કરતી રહેલી છે. આ વર્ષે વી.વી.પી.ના કુલ 18 વિદ્યાર્થીઓની પસંદગી ઓલ ઈન્ડિયા યુનિવર્સીટી ગેમ માટે થઈ છે. જે ખૂબ ગૌરવની વાત છે. આ વર્ષે સ્પીરીડ આઉટડોર સ્પોર્ટસ ફેસ્ટીવલમાં ક્રિકેટ (બોયઝ) ક્રિકેટ (ગલ્ર્સ) વોલીબોલ (બોયઝ) વોલીબોલ (ગલ્ર્સ) બાસ્કેટબોલ (બોયઝ) બાસ્કેટબોલ (ગલ્ર્સ) એમ કુલ 6 રમતોનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. સ્પોર્ટસ દ્વારા શારીરિક અને માનસિક સજજતા કેળવાય છે માટે જ આવું સુંદર માધ્યમ દર વર્ષે આ સ્પોર્ટસ ફેસ્ટીવલના માધ્યમથી સેંકડો વિદ્યાર્થીઓને વી.વી.પી. પુરૂ પાડે છે.આ પ્રસંગે ઈન્ડોર સ્પોર્ટસ ફેસ્ટીવલ અને રીસર્ચ પેપર રાઈટીંગના ઈનામો પણ અપાયા હતાં.



