ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
સમાજ સેવા ક્ષેત્રે જેનું અનન્ય યોગદાન રહ્યું છે એવા ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણી અને સમાજશ્રેષ્ઠી બેચરભા પાંચાભા પરમારની આગામી તા. ર-પ-2024ના રોજ ત્રીજી વાર્ષિક પુણ્યતિથી નિમિતે રકતદાન કેમ્પ તથા રામધુનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ રામધુનમાં કલાકાર તરીકે અશોકભાઇ ભાયાણી છે.
- Advertisement -
પિતાનો સેવાનો વારસો સંભાવનાર ક્ષત્રિય રાજપૂત સમાજના યુવા અગ્રણી ચંદુભા બેચરભા પરમારે સેવા કેમ્પની વિગતો આપતા જણાવ્યું હતુ કે લોહી કોઇ ફેકટરીમાં બનતુ નથી. એના માટે તો માનવી જ માનવીને કામ આવી શકે છે ત્યારે આપણા લોહીનું એક બુંદ કોઇની મહામૂલી જીંદગી બચાવવામાં કારગત નીવડે એ માટે આપણે સૌએ રકતદાન અવશ્ય કરવું જોઇએ. તા. ર-પ-2024ને ગુરૂવારે સવારે 10 થી 1, 5/5, રણછોડનગરમાં આવેલ બેડીપરા રાજપૂત સમાજ વાડીમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગ્રુપ સર્કલ સાથે પધારી રકતદાન કરવા સ્વ. પંચાભા કાળાભા પરમાર પરિવાર, સ્વ. વિજયાબા બેચરભા પરમાર પરિવાર, ચંદુભા (નારણસિંહ) બેચરભા પરમાર, હરેશસિંહ બેચરભા પરમાર, દર્શનસિંહ ચંદુભા પરમાર, દક્ષરાજસિંહ હરેશસિંહ પરમારએ અપીલ કરી છે.