જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા નવતર અભિગમ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ રેંજના આઇજીપી નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ એસપી હર્ષદ મહેતાની ઉપસ્થિતિમાં 14 થી 16 ડિસેમ્બર આમ 3 દિવસ ડિટોક્સ કાર્યક્રમનું આયોજીત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો હેતુ એ હતો કે, હાલના સમયમાં તનાવએ માનવ જીવનની વાસ્તવિકતા બનતો જાય છે. એમાં પણ પોલીસ વિભાગમાં પોલીસકર્મીઓ સતત તનાવમાં રહેતા હોય છે. જેને ઘ્યાને લઇ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સાસણ ખાતે પ્રકૃતિક વાતાવરણમાં ડિટોકસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એસપી હર્ષદ મહેતા સહિત ર0 અધિકારીઓ, 80 જવાનો મળી કુલ 100 પોલીસની નિવાસી શિબિરનું આયોજન થયુ હતુ. જેમાં પ્રથમ દિવસે ભજન સંઘ્યા, રાત્રી ભોજન, જંગલ વોક બીજા દિવસે ઇનટ્રેકટીવ પ્રોસેસ મેડીટેશન, માઇન્ડ ગેમ્સ, યોગ નિદ્રા કાર્યક્રમ, એકટીવીટી ગેમ્સ, યોગ નિદ્રા કાર્યક્રમ એકટીવીટી ભજન સંઘ્યા, યોગા સહિતનું આયોજન કરવામાં આવ્યુ હતુ.



