પોરબંદરનો જનમેળો: આ વર્ષે વિવિધ નવતર વ્યવસ્થાઓ
પોરબંદર પાલિકાની નવા આયોજન માટે ચુસ્ત તૈયારીઓ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.9
દર વર્ષે જન્માષ્ટમીના અવસરે પોરબંદર નગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળો સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકપ્રિય છે. ગત વર્ષમાં, 2023માં, આ મેળાના આયોજન પાછળ નગરપાલિકા દ્વારા રૂ. 95,43,653 જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે કુલ આવક 1,44,38,55 હતી. આ વર્ષના મેળાના આયોજન માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં રચાયેલી મેળા કમિટિ આ વખતના મેળાને સુદ્રઢ બનાવવા માટે મક્કમ છે. સૌથી મહત્વની બાબત એ છે કે, મેળામાં પાથરણાવાળાને અલગ જગ્યા આપવાની યોજના છે, જેથી મુલાકાતી લોકો આરામથી મેળાની મોજ માણી શકે.
મેળા દરમિયાન સલામતીની જોગવાઇ માટે નગરપાલિકા પોતાના સિકયુરીટી ગાર્ડ પણ રાખશે. આ વખતે મેળાની આવકમાંથી પ્રજા હિતના શું કામ કરવામાં આવશે તે અંગે પારદર્શકતા રાખવા માટે ખાસ દોરણો અપનાવવામાં આવ્યા છે. ગત વર્ષના મેળામાંથી નગરપાલિકાએ અંદાજે રૂ. 50 લાખની આવક કરી હતી. જોકે, આ રકમ પ્રજા હિતમાં વપરાઈ હતી કે કેમ તે અંગે અનેક સવાલો ઉઠ્યા છે. આ વર્ષે આ અંગે વિશેષ ધ્યાન આપીને મેળાના ખર્ચ અને આવકના હિસાબને પારદર્શક રીતે રજૂ કરવામાં આવશે. મેળાના મુખ્ય રસ્તાઓ પર પાથરનાવાળાઓને કારણે લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરવામાં આવશે.
મેળાની મલાઇની આશા રાખીને બેઠેલા કેટલાક લોકોના મનમાં નિરાશા રહેશે, કેમ કે આ વખતે સંચાલનમાં કોઈ ભુલ ના થાય તે માટે કમિટિ ચુસ્ત વ્યવસ્થાપન કરી રહી છે. આ વખતના મેળામાં કરવામાં આવેલા આયોજન અને આયોજનના નીતિગત સુધારાઓથી લોકોમાં વધુ વિશ્વાસ જગાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.