ખાસ-ખબર સંવાદદાતા
માણાવદરમાં આવેલી ટ્યુલીપ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 3 પ્રસુતાના મોત થયા હતા. આ મામલે ત્રણેય પ્રસૂતાના પરિવારજનોએ ટ્યુલીપ હોસ્પિટલના તબીબ સહિતનાઓ સામે બેદરકારીના આક્ષેપ સાથે પોલીસને લેખિત ફરિયાદ અરજી આપી હતી. પોલીસે નિવેદન લઇને આરોગ્ય વિભાગને મોકલ્યુ હતુ. જેના આધારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ત્રણેય પ્રસુતાના મોત મામલાની તપાસ માટે સાત સભ્યોની ટીમની રચના કરી છે.
આ અંગે આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતુ કે, સીવીલ હોસ્પિટલ રોગ નિષ્ણાંત, એક સર્જન અને એનેસ્થેટીક તબીબ, તાલુકા આરોગ્ય અધિકારી, મેડિલ ઓફિસર સહિતના અધિકારીઓની ટીમ બચના કરી છે.
આ ટીમ તપાસ કરી દસ દિવસમાં આરોગ્ય વિભાગને રિપોર્ટ આપશે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.