રૂપાલાની ટિકિટ રદ ન કરે તો આંદોલન છેડવાની ચિમકી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
જૂનાગઢ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાના મામલે ક્ષત્રીય સમાજ દ્વારા સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે સમસ્ત ખાંટ રાજપુત યુવા શક્તિ સંગઠન દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી ટિકીટ રદ્દ કરવાની માંગ કરી હતી. જૂનાગઢમાં રાજપૂત સમાજ યુવા શક્તિ સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ કરવા માંગ કરવામાં આવી હતી. જો રૂપાલાની ટિકીટ રદ કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિસાવદર ભેંસાણ તાલુકા સમસ્ત ખાંટ રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટિપ્પણીનો વિરોધ કરી તેમની ટિકીટ રદ્દ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ ટિકીટ રદ કરવામાં નહી આવે તો મામલતદાર કચેરીને સામે આંદોલન કરવાની ચિમકી આપી હતી.