અસામાજિક તત્વો ઉપર કરેલ અન્ય કામગીરી:
દેવભુમી દ્રારકા જિલ્લામાં જુ.ધા. કલમ 4,5 મુજબ કેસ-1, પ્રોહિ કેસ-4, એમ.વી.એકટ 207-5 કરેલ છે.
જામનગર જિલ્લામાં એમ.વી.એક્ટ કલમ 207 મુજબ વાહનો ડિટેઇન-75, પ્રોહીબિશન અંગેના કેસો-147, ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસો-8 કરેલ છે.
મોરબી જિલ્લામાં પ્રોહિ કેસ-3, ઇગજ-223 આરોપી-4 ચેક કરેલ છે.
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ભાડુઆત જાહેરનામા ભંગ-20, શરતી જામીન રદ્દ કરવા કોર્ટમાં 7 રિપોર્ટ કરેલ છે. ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર કુલ-86 ચેક કરેલ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં એમ.વી.એકટ એન.સી.હેઠળ કેસો-146 તેમજ દંડ-રૂ.64,700/- કરવામાં આવેલ છે.
રાજકોટના પાંચ જિલ્લાઓમાં અસામાજિક ગુંડા તત્વોની યાદી:
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં અસામાજીક ગુંડા તત્વોની કુલ 2267 ઇસમોની યાદી તૈયાર કરવામાં આવેલ છે જેની વિગત વાર માહિતી આ નીચે મુજબ છે.
- Advertisement -
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ ગુનેગારો
ઉપર ધોંસ
રાજ્ય પોલીસવડાના હુકમ બાદ છેલ્લા ચાર દિવસમાં અસામાજિક તત્વો ઉપર બોલાવેલી ધોંસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તેમજ લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ તથા વહિવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થાય તે અન્વયે 100 કલાકના એજન્ડા અન્વયે રાજકોટ રેન્જ હસ્તકના રાજકોટ ગ્રામ્ય, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર તથા દેવભુમી દ્વારકા જિલ્લા વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલ અને આવા અસામાજીક તત્વો વિરૂદ્ધ કાયદાકીય પગલા લેવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જ વિસ્તારમાં છેલ્લા 4 દિવસમાં કરવામાં આવેલ કામગીરી આ નીચે મુજબ છે.
- Advertisement -
પાંચ જિલ્લાઓમાં ગેરકાયદે વિજ જોડાણ ઉપર કરેલી કાર્યવાહી:
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં અસામાજીક ગુંડા તત્વો દ્રારા પોતાના રહેણાંક મકાનોમાં ગેરકાયદે વિજ જોડાણ કરી ચોરી કરવામાં આવતી હોય તેવા ઇસમો વિરુદ્ધ વિજળી વિભાગ સાથે સંકલનમાં રહી કુલ 553 ઇસમોના રહેણાંક મકાન ઉપર ચેકીંગ દરમિયાન કુલ 378 ઇસમોના વિજ કનેકશનમાં ગેરરીતી ઝડપાતા તેઓના વિજ કનેકશન કાપી રૂ.2,66 કરોડનો દંડ ફટકારવામા આવેલ છે તેમજ જામનગરમાં 60 કેસો તથા રાજકોટ ગ્રામ્યમાં ર એન.સી. કેસો દાખલ કરવામાં આવેલ છે.
ક્રમ એકમનું નામ સંકલન કનેકશન દંડ
1 દ્વારકા 4 51 51,75,000
2 જામનગર 269 129 1,00,80,644
3 મોરબી 27 30 22,38,634
4 રાજકોટ ગ્રામ્ય 211 61 33,53,762
5 સુરેન્દ્રનગર 42 107 57,74,542
પાંચ જિલ્લાંઓમાંં ગેરકાયદે બાંધકામ ઉપર કરેલી કાર્યવાહી :
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં અસામાજીક ગુંડા તત્વો દ્રારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હોય તેવા કુલ-277 અસામાજીક ગુંડા તત્વોની મિલ્કતોની ચકાસણી કરવામા આવેલ જેમાં વહિવટી તંત્ર સાથે સંકલનમાં રહી કુલ 19 ઇસમોના બાંધકામ ગેરકાયદેસર જણાતા બાંધકામ તોડી પાડી તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેની વિગતવાર માહિતી આ ઉપર મુજબ છે.
ગેરકાયદેસર ખાણ ખનીજ કરતા ઇસમો પર કરેલી કાર્યવાહી:
રાજકોટ રેન્જ હસ્તકના જામનગર જિલ્લામાં ગેરકાયદેસર ખાણ ખનીજ કરતા કુલ – 12 અસામાજીક ગુંડા તત્વોની ચકાસણી કરી કુલ- 5 ઇસમો વિરુદ્ધ ખાણ ખનીજ વિભાગ સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.