ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના અનેક રસ્તાઓ ભૂગર્ભ ગટર અને ગેસ લાઈન કામગીરીના લીધે ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી રાહદારી અને વાહન ચાલકો તૂટેલ ફૂટેલ રસ્તા થી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે જાંજરડા રોડ પર ભૂગર્ભ ગટર સહીત લાઈનોનું ખોદકામ મહદઅંશે પૂર્ણ થતા પેવર રોડ બનાવની કામગીરી શરુ કરવામાં આવી છે જેમાં રોડની એક સાઈડનું કામ યુદ્ધના ધોરણે શરુ કરવામાં આવ્યું છે દિવાળી પેહલા રક સાઈડનો રોડ બને તેરીતે કામગીરી શરુ કરી છે.