જમ્મુ અને કાશ્મીર: શોપિયામાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા; સર્ચ ઓપરેશન ચાલુ છેપોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મંગળવારે શોપિયાના કેલરના શુક્રુ જંગલ વિસ્તારમાં લશ્કર-એ-તૈયબા (LeT) ના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સેનાએ આતંકવાદી સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓ તરફથી ફાયરિંગ કરાયા બાદ સેનાએ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી જેના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન કેલર શરૂ કર્યું અને ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા. જોકે, હજુ સુધી આ આતંકવાદીઓના પહલગામ હુમલાના કનેક્શન વિશે કોઈ જાણકારી સામે નથી આવી. ઓપરેશન હજુ ચાલુ હોવાથી આગામી સમયમાં સેના દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.
- Advertisement -
નાકાબંધી બાદ શરૂ કરાયું સર્ચ ઓપરેશન
અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીરના શુકરૂ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર, અથડામણમાં કુલગામ જિલ્લાથી શરૂ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. જોકે, બાદમાં સેનાની જવાબી કાર્યવાહી બાદ અથડામણ શરૂ થઈ હતી, જેમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓના મોત નિપજ્યા છે. સેના તરફથી જણાવવામાં આવ્યું કે, સર્ચ ઓપરેશન હજુ યથાવત છે.
- Advertisement -
સુરક્ષા દળોએ હાથ ધરી તપાસ
નોંધનીય છે કે, પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદથી સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરમાં શોધખોળ શરૂ કરી છે.




