ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમામાં જૂનાગઢ 108ની ટિમની કામગીરી મુદ્દે ગુજરાત 108ના ઓપરેશન હેડ સતીશ પટેલ જૂનાગઢની મુલાકાતે પધાર્યા હતા ત્યારે 108ના કર્મચારી સાથે વાતચીત કરી હતી અને કામગીરીની સમીક્ષા કરીને કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને પરિક્રમામાં કરેલ સફળ કામગીરી સબબ 108ની ટીને બિરદાવી હતી તેની સાથે ગુજરાત ઓપરેશન હેડ સતીશ પટેલે ગીર સોમનાથ અને પોરબંદર 108ની ટીમના કર્મી સાથે પણ મુલાકાત કરી હતી અને સૌરાષ્ટ્રમાં થતી કામગીરી મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી.