ફાઈનલ વિજેતા ટીમને રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપી સન્માનિત કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય છેલ્લા 32 વર્ષથી ગુજરાતમાં મનોદિવ્યાંગ અને શારીરિક દિવ્યાંગોની અવિરત સેવા કરી રહી છે. ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને વિશેષ સુવિધાઓ અને સવલતો પ્રદાન કરવાના હેતુસર રાજકોટમાં દ્વિતીયવાર ઓપન ગુજરાત ટેનિસ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ season-2 NVS CHAMPIONS TROPTY 2025નું આગામી તારીખ 20-4-2025થી 25-04-2025 સુધી સાંજે 6-00 કલાકથી ગ્રીનફિલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ જામનગર રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ ટુર્નામેન્ટનો શુભારંભ ગુરુદેવ આત્મયોગી ઓમ દાદા દ્વારા કરવામાં આવશે. આ ટુર્નામેન્ટની શરૂઆત તા. 20ના સાંજે 6-00 વાગે દીપ પ્રાગટ્ય, બેન્ડ વાજા સાથે રાજકોટના સામાજિક અગ્રણી, રાજકીય મહાનુભાવો તથા અગ્રણી ઉદ્યોગપતિઓના હસ્તે કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમ ભાગ લઈ રહી છે. દરેક મેચના મેન ઓફ ધ મેચ ખેલાડીને ટ્રોફી આપવામાં આવશે અને દરરોજ હારેલી ટીમને મોમેન્ટો આપવામાં આવશે. ટુર્નામેન્ટના અંતિમ દિવસે લાખેણા ઈનામો જેવા કે બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ ધ સિરીઝને ટ્રોફી અને ઉમિયા મોબાઈલ તરફથી બેગ આપવામાં આવશે. ફાઈનલ વિજેતા ટીમને 45000 રૂપિયા રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે. રનર્સ અપ ટીમને 25000 રૂપિયા રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટના મુખ્ય આયોજક નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ-ભચાઉના મહામંત્રી જીતેન્દ્રભાઈ જોશી, મુરલીભાઈ દવે, યોગીનભાઈ છનીયારા, સુનિલભાઈ શાહ, ડેનિસભાઈ કાલરીયા, જીગ્નેશભાઈ વાગડીયા, નયનભાઈ કોઠારી, હિતેશભાઈ ઝાલાવડીયા, મિતેશભાઈ દોશી, ચેતનભાઈ ગોંડલીયા, હર્ષિલભાઈ શાહ, રણધીરભાઈ સોનારા, રવિભાઈ પાટડીયા, તુષારભાઈ વાછાણી, ક્ધિનરીબેન ચૌહાણ, કોમલબેન ખીરા સાથે ટુર્નામેન્ટ ડાયરેકટર તરીકે નિમેષભાઈ ભાલોડીયા, અક્ષયભાઈ કંટારીયા, સુનિલભાઈ સોલંકી, રાઠોડ બાદશાહ, પરેશભાઈ સીદપરા, વિશાલભાઈ જોશી, વિશાલભાઈ કાનાણી, રેનીશભાઈ ફુલેત્રા, દીક્ષિતભાઈ મેંદપરા વગેરે હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે. ક્રિકેટ ટીમ રજિસ્ટ્રેશન માટે નિમેષભાઈ ભાલોડીયા મો. 9737297612 પર સંપર્ક કરી શકાશે.