ખાસ-ખબર સંવાદદાતા
ઓપેક પ્લસ દેશોએ અંતે અમેરિકા સહિતના દેશોના દબાણને વશ થઇને ઓઇલના ઉત્પાદનમાં 50 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. વધતા જતા ક્રૂડના ભાવ અંકુશમાં લેવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી પશ્ચિમ દેશો પર ઓપેક પ્લસ સંગઠન પર ક્રૂડનું ઉત્પાદન વધારવા દબાણ કરી રહ્યાં હતાં.સૂત્રોના જણાવ્યા અનુસાર ઓપેક દેશોના પ્રધાનો જુલાઇ અને ઓગસ્ટમાં ક્રૂડનું ઉત્પાદન વધારી દરરોજ 6,48,000 બેરલ કરવા સંમત થયા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દરરોજ 4,32,000 ક્રૂડનું ઉત્પાદન કરવામાં આવી રહ્યુ છે. આમ વર્તમાન ઉત્પાદનમાં 50 ટકાનો વધારો કરવામાં આવશે.
અમેરિકાના દબાણને વશ થઇ અંતે ઓપેક ક્રૂડનું ઉત્પાદન વધારવા સંમત
