ઓકટો.થી અમલમાં પણ ફિયાસ્કો થશે
કારમાં અકસ્માત સમયે એરબેગ એ ઈજામાંથી બચાવી પ્રવાસીને સુરક્ષા આપે છે પણ ભારતમાં ફકત હાઈ એન્ડ કારબોજ તમામ મુસાફરો માટે એરબેગની સુવિધા છે. હાલ ડ્રાઈવર તથા આગળની સીટ પર પ્રવાસ કરતા મુસાફરને એરબેગની સુરક્ષામાંથી છ એરબેગ સાથેની કાર ભારતમાં ફકત 10% મોડેલમાં ઉપલબ્ધ છે.
- Advertisement -
બે એરબેગ ફીચર્સ હવે એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે અને સરકારે લાલ આંખ કર્યા બાદ આ વર્ષે જાન્યુઆરીથી તમામ કાર મોડેલમાં બે એરબેગ ફ્રન્ટ સીટ માટે સામાન્ય બની ગઈ છે. ઓકટો 2022થી છ એરબેગ એ દરેક કાર માટે ફરજીયાત કરવામાં આવ્યું છે પણ ભાગ્યે જ કોઈ કાર ઉત્પાદક કંપનીએ તેનો અમલ કરશે. ખુદ માર્ગ વ્યવહાર મંત્રી શ્રી નિતીન ગડકરી સ્વીકારે છે કે આ પ્લાન અમલમાં મુકતા સમય લાગશે.