તા.11 નવેમ્બરથી ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી શરુ થશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ ભારત સરકાર દ્વારા ખરીફ 2024-25માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબિનની ખરીદી થશે. ભારત સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ મગફળી માટે રૂ.6,783, મગ રૂ.8,682, અડદ રૂ.7,400 અને સોયાબિન રૂ.4,892 ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ઉક્ત ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી તા.11 નવેમ્બર, 2024થી શરૂ થશે.
- Advertisement -
ખરીફ ઋતુમાં મગફળી, મગ, અડદ અને સોયાબિનનું વાવેતર કર્યું હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન તા.3 થી તા.31 ઓકટોબર-2024 સુધી રજિસ્ટ્રેશન કરાવવું. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (વીસીઈ) મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધ પોર્ટલ પર થઇ શકશે આ અંગેની વધુ વિગતો માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસીઈ અથવા તલાટી મંત્રીશ્રીનો સંપર્ક કરવો, તેમ જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.