ડુંગળીની હરાજી સાથે લસણનું વેચાણ પણ શરૂ
ખાસ-ખબર સંવાદદાતા
બે દિવસના ઉગ્ર વિરોધ બાદ આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી ફરીથી શરૂ થઈ છે. ડુંગળીની સાથે લસણનું ખરીદ-વેચાણ પણ ધૂમ થઈ રહ્યું છે. લસણની હરાજીમાં ખેડૂતોને 20 કિલોના રૂપિયા 2500/- થી 3400/- સુધી મળ્યા છે.
ગોંડલ યાર્ડમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળી ની હરાજી ચાલુ કરવામાં આવી છે. ગોંડલ યાર્ડની બહાર કોઈ અજુગતી ઘટના ન બને તે માટે પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગોંડલ યાર્ડમાં ખેડૂતોના વિરોધની આશંકા વચ્ચે ડુંગળીની હરાજી ફરીથી ચાલુ કરવામાં આવી છે. સરકાર દ્વારા ગત 5 ડિસેમ્બર રાત્રીના ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવી હતી. નિકાસ બંધી હોવ છતાં 7 ડિસેમ્બર સવારે ડુંગળીની આવક કરી હતી.
- Advertisement -
ડુંગળીના વિરોધ વચ્ચે ગોંડલ યાર્ડમાં લસણની આવક શરૂ થઈ છે. યાર્ડની બન્ને બાજુ લસણ ભરેલા વાહનોની 3 કિલોમીટર સુધીની લાઈનો લાગો હતી. યાર્ડમાં 70 હજાર કટાની આવક જોવા મળી હતી. લસણની હરાજીમાં 20 કિલોના રૂ. 2500/- થી 3400/- સુધીના ખેડૂતોને મળ્યા છે.
ડુંગળી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત ગત બે દિવસ ડુંગળીના ભાવ મુદે ખેડૂતોએ વિરોધ કર્યો હતો.યાર્ડમાં ગઈ કાલે બીજા દિવસે પણ ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવી હતી. ડુંગળીની નિકાસ બંધીને કારણે ખેડૂતોને ભાવ ના મળતા એક ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી હતી. પોલીસે વિરોધ કરનાર ખેડૂતોની અટકાયત કરી હતી.