-સેન્સેકસમાં 67771 તથા નીફટીમાં 20167 નો નવો રેકોર્ડ:હેવીવેઈટ, મીડ-સ્મોલકેપ સહિતનાં શેરોમાં ઓલરાઉન્ડ લેવાલી
ભારતીય શેરબજારમાં રેકોર્ડતોડ તેજીની દોટ જારી રહી છે. આજે સેન્સેકસ તથા નીફટીએ નવી ઊંચાઈ હાંસલ કરી હતી. હેવીવેઈટથી માંડીને રોકડા સુધીનાં તમામ ક્ષેત્રોના શેરોમાં ઓલરાઉન્ડ લેવાલીથી ઉછાળો હતો ત્યારે ગુજરાતની કંપનીઓએ છેલ્લા 22 વર્ષમાં ઈન્વેસ્ટરોને 1800 ગણુ તોતીંગ રીટર્ન આપ્યું છે.
- Advertisement -
શેરબજારમાં આજે માનસ પોઝીટીવ બની રહ્યું હતું.ભારતીય અર્થતંત્રનો દુનિયાભરમાં ડંકો વાગી રહ્યો છે અને આવતા વર્ષોમાં જંગી રોકાણ પણ ઠલવાશે તેવા આશાવાદથી સારી અસર હતી. લોકલ ઈન્વેસ્ટરો અઢળક નાણુ ઠાલવતા હોવાના કારણોસર વિદેશી સંસ્થાઓની વેચવાલીની અસર નથી. દોઢેક મહિનાથી ગાયબ ચોમાસુ ફરી સક્રિય થઈ રહ્યાના સંકેતોથી પણ રાહત હતી. તહેવારોની સીઝન છે અર્થતંત્ર વધુ ધબકશે આવતા મહિનામાં ત્રિમાસીક પરીણામોની મોસમ શરૂ થશે જે પ્રમાણમાં સારા જ આવવાનો આશાવાદ છે.
માર્કેટની તેજી ફંડામેન્ટલ બેઈઝ છે એટલે કોઈ ગંભીર કારણ વિના અવરોધ આવે તેમ નથી. શેરબજારમાં આજે શરૂઆતથી જ મોટાભાગનાં ક્ષેત્રોનાં શેરો ગ્રીન ઝોનમાં રહ્યા હતા. બે દિવસ દરમ્યાન પીટાયેલા રેલવે ક્ષેત્રનાં શેરોમાં પણ ઉછાળો હતો.આ સિવાય મારૂતી, ટાટા મોટર્સ, મહિન્દ્રા જેવા ઓટો શેરો તથા નેસલે, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઈટન, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, ઈન્ફોસીસ જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન,હિન્દાલકો, ડીવીઝ લેબ, બોમ્બે ડાઈંગ, રેલવિકાસ નિગમ, આઈઆરએફસી, વગેરે ઉંચકાયા હતા અદાણી પોર્ટ જેવા અમુક શેરો નબળા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 264 પોઈન્ટના ઉછાળાથી 67731 સાંપડયો હતો જે ઉંચામાં 67748 તથા નીચામાં 67581 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 87 પોઈન્ટ ઉંચકાઈને 20157 હતો તે ઉંચામાં 20164 તથા નીચામાં 20107 હતો સેન્સેકસ તથા નિફટી બન્ને નવી ઊંચાઈએ પહોંચ્યા હતા જેને પગલે શેરબજારનું માર્કેટ કેપીટલાઈઝેશન 3.22 લાખ કરોડની નવી ઉંચાઈએ પહોંચ્યુ હતું.
- Advertisement -
ગુજરાતની કંપનીઓમાં 22 વર્ષમાં 1800 ગણુ રીટર્ન
શેરબજારની રેકોર્ડબ્રેક તેજીથી ગુજરાતની કંપનીઓમાં રોકાણ કરનારા ઈન્વેસ્ટરો માલામાલ થઈ ગયા છે.સીમ્ફની તથા અદાણી એન્ટરપ્રાઈઝમાં અનુક્રમે 1,80,000 ટકા તથા 65000 ટકાનું રીટર્ન છેલ્લા 22 વર્ષમાં મળ્યુ છે. ટોરંટ ફાર્મામાં 23000 ટકા, ઝાયડસ લાઈક સાયન્સમાં 7000 ટકાનું રીટર્ન મળ્યુ છે.સિમ્ફનીના શેરનો ભાવ ડીસેમ્બર 2001 માં માત્ર 50 પૈસા હતો તે હાલ 905 છે અને 181090 ટકા અર્થાત 1810 ગણુ રીટર્ન સુચવે છે જાણકારોનાં કહેવા પ્રમાણે ગુજરાત સ્થિત કંપનીઓના અભૂતપૂર્વ વિકાસથી આ શકય બન્યુ છે. નિફટીમાં છેલ્લા 22 વર્ષમાં 20 ગણુ રીટર્ન મળ્યુ છે. તેની સરખામણીએ ગુજરાતની અદાણી, ટોરંટ, સીમ્ફની જેવી કંપનીઓનાં શેરોનું રીટર્ન અનેકગણુ વધારે છે. નિફટી જુલાઈ 2011 માં 10000 હતો સપ્ટેમ્બર 2023 માં 20000 થયો છે અર્થાત ડબલ થયો છે. આ દરમ્યાન અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 2871 ટકા તતા એલીકોનનો શેર 1211 ટકા, એરટેલનો શેર 565 ટકા ઉંચકાયો છે.