જૂનાગઢ SOGનું વુધ એક સફળ ઓપરેશન
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એસઓજીએ એક શખ્સને 1.52 લાખના ચરસ સાથે ઝડપી લીધો હતો. આ અંગે મળતી વિગત મુજબ નશીલા પદાર્થની બદીને નાબૂદ કરવા એસપી રવિ તેજા વાસમસેટ્ટીની સુચના બાદ એસઓજીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
- Advertisement -
દરમિયાન એસઓજી એએસઆઇ એમ.વી. કુવાડિયા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.સી. વાંકને બાતમી મળી કે, એક શખ્સ મોડીરાત્રીના મજેવડીથી ગિરનાર દરવાજા તરફ બાઇક પર ચરસની હેરાફેરી કરનાર છે.
બાદમાં એસઓજી પીઆઇ એ.એમ. ગોહિલ, પીએસઆઇ જે.એમ. વાળા અને સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી વાળું બાઇક સિદ્ધનાથ મંદિરથી ભરડાવાવ વચ્ચે આવેલા પુલ પરથી પસાર થતા તેને રોકી તલાશી લેતા ચરસનો જથ્થો 1.015 કિ.ગ્રા. મળી આવ્યો હતો. એસઓજીએ હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને કલરકામ કરતા બાઇકચાલક શખ્સ ઇરફાન હનિફ કુરેશીને 1,52,250ની કિંમતના ચરસ તેમજ 5,000નો મોબાઇલ અને 20,000નું બાઇક મળી કુલ 1,77,250ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.