ખાસ-ખબર સંવાદદાતા
મોરબી એસઓજી ટીમે તાલુકાના આમરણ ગામ નજીકથી બાતમીને આધારે એક શખ્સને દેશી બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી પાડીને મોરબી તાલુકા પોલીસ મથકે આર્મ્સ એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી એસઓજી ટીમને બાતમી મળી હતી કે, આમરણ નજીક એક વ્યક્તિ કથાઈ કલરનું જાકીટ અને આછા વાદળી કલરનું જીન્સનું પેન્ટ પહેરીને સાથે દેશી હાથ બનાવટની જામગરી બંદુક રાખીને ફરે છે જે બાતમીને આધારે એસઓજી ટીમે આમરણ નજીક દરોડો પાડીને સબીર અકબરભાઈ બુખારી નામના શખ્સને દેશી હાથ બનાવટની જામગરી બંદુક (કિં.રૂ. 1500) સાથે ઝડપી પાડીને આર્મ્સ એકટ અન્વયે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.