રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ બેઠક મળી
મનપામાં મહિને રૂ.1 લાખના સ્ટાઇપેન્ડથી ત્રણ લીગલ ઇન્ટર્ન નિયુક્ત કરવા બહાલી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે 11 કલાકે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં મિલ્કત વેરાના બાકીદારો માટે વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કિમ 2.0 સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. આ સ્કિમ અંતર્ગત બાકીદારો હપ્તા પધ્ધતિથી બાકી વેરો ચુકતે કરી શકશે. આગામી એપ્રિલ માસથી સ્કિમનો અમલ શરૂ થશે. લાભ લેવા ઇચ્છતા મિલ્કતધારકોએ તા.31-5-2025 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.
સ્કિમના મુખ્ય સાત નિયમો-શરતો છે જેમાં (1) આ યોજનાનો લાભ લેવા મિલ્કતધારક દ્વારા નાણાકીય વર્ષ-2025-26 દરમિયાન 31-05-2025 સુધીમાં વોર્ડ ઓફીસ અથવા ઓનલાઇન નોંધણી (રજીસ્ટ્રેશન) કરાવીને મિલકત વેરા અથવા પાણીચાર્જના બીલમાં દર્શાવેલ ચાલુ વર્ષની (વ્યાજ સહિત) રકમના 100 ટકા અને એરીયર્સની (વ્યાજ સહિત) રકમનાં 25 ટકા જેટલી રકમનો પ્રથમ હપ્તો ભરવાનો રહેશે. બાકીની 75 ટકા રકમ આગામી ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન 25 ટકા, 25 ટકા અને 25 ટકાના ત્રણ હપ્તામાં ભરવાની રહેશે. આ યોજના દરમ્યાન જો મિલકત ધારકને મિલકતવેરા-પાણી ચાર્જીસમાં નામ-ટ્રાન્સફર કે ભાગલા અરજી કરાવા માટે કુલ બાકી માંગણાની પૂરે પુરી રકમ ભરપાઈ કર્યા બાદ જ નામ-ટ્રાન્સફર કે ભાગલા અરજી કરી શકશે.
આ યોજના દરમિયાન મિલકતના બાંધકામ, ઉપયોગ કે ભોગવટામાં ફેરફાર થયે સંબધિત મિલકતની આકારણી રિવાઇઝ કરવાની થતી હોવાથીઆવા સંજોગોમાં આ યોજનાનો લાભમળવાપાત્ર થશે નહી. આ યોજના માટે જે-તે નાણાકીય વર્ષ દરમ્યાનના હપ્તાની રકમ તથા જે-તે નાણાકીય વર્ષના બાકી માંગણા સહિત કુલ રકમનું જે-તે નાણાકીય વર્ષ દરમ્યાન એક (સીંગલ) જ પેમેન્ટ કરવાનું રહેશે. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના અલગ અલગ વિસ્તારમાં વોર્ડ મુજબ જરૂરી કામોને મંજુર કર્યા છે. જે મુજબ વોર્ડ નં.01માં 21.70 લાખના ખર્ચે આઇ.સી.ડી.એસ. અર્બન ઘટક-ર ના કુલ-10 કેન્દ્રો ને રીનોવેશન કરવાનું કામ. વોર્ડ નં.05માં (1) 12.22 લાખના ખર્ચે રણછોડનગર સોસાયટીમાં કે.જે. વેકરીયા મેઈન રોડ પર જનભાગીદારીથી ફૂટપાથ બનાવવાનું કામ (2) 80.54 લાખના ખર્ચે આડા પેડક રોડ પર આવેલ વિવેકાનંદ સ્વીમીંગ પુલને રીનોવેશન કરવાનું કામ, આમ કુલ મળી 92.77 લાખના જુદા જુદા કામો મંજુર. વોર્ડ નં.08માં 97.89 લાખના ખર્ચે પંચવટી સોસાયટી મેઇન રોડ પર અતિથિ ચોક થી જલારામ હોસ્પીટલ થઇ જનકલ્યાણ સોસાયટીનાં નાલા સુધી વરસાદી પાણીનાં નિકાલ માટે પાઇપ ગટર નાંખવાનું કામ મંજુર કરવામાં આવ્યા છે. વોર્ડ નં.09માં 40.03 લાખના ખર્ચે સરકારી કર્મચારી સોસાયટીથી ગંગોત્રી પાર્ક રોડ, શીલ્પન ઓનીક્ષના ખુણા સુધી સ્ટોર્મ વોટર પાઇપલાઇન નાખવાનું કામ. વોર્ડ નં.11માં (1) 3.91 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર બનાવવાનુ કામ. (2) 2.69 કરોડના ખર્ચે વોર્ડ ઓફિસ બનાવવાનુ કામ. 3) 99.64 લાખના ખર્ચે પાળ રોડ પર વગડ ચોક પાસે હૈયાત સ્લેબ કલ્વર્ટ વાઇડનીંગ કરવાનુ કામ. આમ કુલ 7.60 કરોડના જુદા જુદા કામો. વોર્ડ નં.11માં (1) 3.91 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર બનાવવાનુ કામ. (2) 2.69 કરોડના ખર્ચે વોર્ડ ઓફિસ બનાવવાનુ કામ. 3) 99.64 લાખના ખર્ચે પાળ રોડ પર વગડ ચોક પાસે હૈયાત સ્લેબ કલ્વર્ટ વાઇડનીંગ કરવાનુ કામ. આમ કુલ 7.60 કરોડના જુદા જુદા કામો. વોર્ડ નં.12માં 95.90 લાખના ખર્ચે મવડી મેઇન રોડ થી આર.કે. એમ્પામયર બિલ્ડીંગ સુધી વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ ગટર નાખવા સહિતના તમામ કામ આજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવ્યા છે.
- Advertisement -
સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં કાયદાકીય શિક્ષણને પ્રોત્સાહન આપવા અને કાયદાના ક્ષેત્રમાં ઉભરતી પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે લીગલ ઇન્ટર્નની જગ્યા ઇન્ટર્નશીપ આધારીત ત્રણ જગ્યાઓ ઉપસ્થિત કરવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સર્વાનુમતે બહાલી અપાઇ હતી.