કારમાં સવાર 3ને ગંભીર ઇજા પહોંચા ઊના ખસેડ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
દીવનાં ફુદમ રોડ પર ગઈકાલે ફરી વખત ભયંકર અકસ્માત સર્જાયો હતો. નાગવા તરફથી આવી રહેલ ફોરવીલ ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર દિવાલ સાથે અથડાયને પલટી મારી જતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અન્ય ત્રણને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને એકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. દીવના ફુદમ રોડ પર આવેલી કોહીનુર હોટલ પાસે નાગવા તરફથી રાત્રે 9:00 વાગે એક ફોરવહીલ જીજે-05-સીએફ-9944 નંબરની ગાડી પૂર ઝડપે આવી રહી હોય ડ્રાઇવરએ અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા દીવાલ સાથે અથડાતા કાર પલટી મારી ગઈ હતી. કારની અંદર સવાર પાંચેય લોકો કારમાં ફસાઈ ગયા હતા. પરંતુ ઘટના સ્થળે એકત્રિત થઈ ગયેલા લોકોએ સમજદારી દાખવી તુરંત જ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યાં હતાં. આ અકસ્માતમાં કાર ચાલક વિજયભાઈ (ઉ.વ.32)નુ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દરમિયાન તુરંત જ 108 ને બોલાવી બધાને દીવ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા, પરંતુ ત્રણને ગંભીર ઈજા હોવાને કારણે વધુ સારવાર માટે ઉના રિફર કરવામાં આવ્યા હતા. કારમાં સવાર અન્ય એક વ્યક્તિનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો.