જૂનાગઢ ગુર્જર ક્ષત્રિય કડિયા ખેડૂત જ્ઞાતિ બોર્ડિંગ સંચાલિત ક્ધયા છાત્રાલય અને શ્યામ વિદ્યાલય ખાતે બોર્ડિંગના ટ્રસ્ટી/ખજાનચી અને જૂનાગઢ જેસીઆઈનાં ડિરેક્ટર કિશોરભાઈ ચોટલિયાના માર્ગદર્શન હેઠળ અને જૂનાગઢ જે.સી.આઈ દ્વારા ઈફેકટીવ પબ્લિક સ્પીચનો એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. આ એક એવો તાલીમ વર્ગ હતો જેમાં વ્યક્તિ માણસોના મોટા સમૂહને સ્ટેજનો ભય રાખ્યા વગર કેવી રીતે સંબોધન કરવું, વક્તવ્ય કેવી રીતે તૈયાર કરવું, શરુઆત કેમ કરવી, વક્તવ્ય દરમિયાન બોડી લેન્ગવેજ, અવાજ અને સ્પીચ ટુલ્સનો ઉપયોગ કેવી રીતે કરવો વગેરે કૌશલ્યો શિખવવામાં આવેલ આ કૌશલ્યો વિદ્યાર્થીનીઓ માટે એની કારકિર્દી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જયારે છાત્રાલયની વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે આ વર્કશોપનો લાભ આપવામાં આવ્યો હતો.
જૂનાગઢમાં ઇફેક્ટિવ પબ્લિક સ્પીચનો એક દિવસીય વર્કશોપ
You Might Also Like
Follow US
Find US on Social Medias