કિંગ અને ક્વિન બંને વિજેતાને રૂા. 5555 અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તા. 16-10-2024 ને બુધવારે રાજકોટ ખાતે સમસ્ત કોળી સમાજના ખેલૈયાઓ માટે એક દિવસીય રાસોત્સવ યોજાશે. જેમાં રોકડ ઈનામ કિંગ અને ક્વિન બંને વિજેતાને રૂા. 5555, ચિલ્ડ્રન કિંગ અને ક્વિન બંને વિજેતાને રૂા. 1111, ટ્રોફી તેમજ અનેક સરપ્રાઈઝ ગીફ્ટ આપવામાં આવશે. આ રાસોત્સવમાં ફિલ્મી કલાકારો, ટીકટોક સ્ટાર, યુ-ટયૂબર્સ તેમજ ગાયક કલાકારો ભાગ લેશે.
કોળી ઠાકોર સેના દ્વારા આયોજિત તા. 16-10-2024 ને બુધવારના રોજ સાંજે 7-00 કલાકે સમયસર કાર્યક્રમ ચાલુ કરવામાં આવશે. ખેલૈયાઓએ ગ્રાઉન્ડમાં વહેલાસર પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ચુંવાળીયા, તળપદા, ઘેડીયા સમસ્ત કોળી જ્ઞાતિના સમૂહ રાસોત્સવનું સનાતન નવરાત્રિ મહોત્સવ ગ્રાઉન્ડ, શિતલપાર્ક, આર. કે. વર્લ્ડ ટાવર પાસે, 150 ફૂટ રીંગ રોડ ખાતે જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. કોળી ઠાકોર સેના રાસોત્સવમાં નામી-અનામી ફિલ્મી કલાકારો, નિર્માતાઓ, ટીકટોક સ્ટાર, કોમેડી સ્ટાર, યુટયૂબર્સ તેમજ ગાયક કલાકારો સાથે મળીને રાસોત્સવમાં રંગ જમાવશે. સમાજના આગેવાનો, રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, ડોકટરો, વકીલો, પોલીસ તેમજ વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. રાસોત્સવમાં પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસ વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને સરપ્રાઈઝ ગીફટ આપવામાં આવશે. અને વધુમાં કોળી ઠાકોર સેના તરફથી રોકડ ઈનામ આપવામાં આવશે તેમજ જ્ઞાતિના આગેવાનો દ્વારા ઈનામ આપવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય આયોજક જયેશભાઈ ઠાકોર, કલ્પેશભાઈ બાવરીયા, ધીરુભાઈ ધોળકીયા તેમજ કોળી ઠાકોર સેનાના આયોજકો મીનાબેન જાદવ, પ્રવિણાબેન રાઠોડ, સંજયભાઈ ડેરવાડીયા, ભરતભાઈ ચણીયારા, અલ્પેશભાઈ પરેશા, હિતેષભાઈ એંધાણી, હિતેષભાઈ અગેચણીયા, દિવ્યરાજભાઈ તંબોલીયા, મહેશભાઈ મકવાણા, હિતેષભાઈ રાઠોડ, મહેશભાઈ ડેરવાડીયા, ભરતભાઈ મકવાણા, ભાવેશભાઈ સોલંકી, શિલ્પાબેન રાઠોડ, ભારતીબેન રોજાસરા, અનસુયાબેન ધોળકીયા તેમજ યુવા હોદ્દેદારો અને મહિલા હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે. આ રાસોત્સવના પાસ તા. 16-10-2024 બુધવારે સાંજે 6-00 કલાકે સ્થળ પરથી પણ મળશે. પાસ માટે મો. 7984594424, 800000011 પર સંપર્ક કરવો.



