હૉસ્પિટલનો દરરોજ 300 ગરીબ દર્દીઓ લાભ લઈ રહ્યા છે
45 ગામની દોઢ લાખ વસ્તી માટે આશીર્વાદરૂપ હોસ્પિટલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ તાલાલા, તા.02
તાલાલા પંથકમાં 45 ગામની દોઢ લાખ માનવ વસ્તી માટે આશીર્વાદરૂપ તાલાલા ગીરની એક માત્ર સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં 11 સફળ ઓપરેશન થતાં નાના અને ગરીબ દર્દીઓને ખુબ જ રાહત મળી છે.
તાલાલા સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. અક્ષય હડીયલનાં જણાવ્યા મુજબ તાલાલા હોસ્પિટલમાં દરરોજ 250 થી 300 જેટલા દર્દીઓને સારવાર સાથે નાના મોટા ઓપરેશન કરવામાં આવે છે પરંતુ મંગળવારે એક જ દિવસમાં પાંચ સિઝેરીયન અને છ કોથળીના ઓપરેશન સાથે કુલ 11 સફળ સર્જરી કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે તાલાલા હોસ્પિટલનો દર વર્ષે 65 હજારથી વધુ લાભાર્થી દર્દીઓ લાભ લઈ રહ્યા હોય હોસ્પિટલ દ્રારા આપવામાં આવતી જબરી આરોગ્ય સેવા ધ્યાને લઈ સરકારે તાલાલા ની જર્જરીત હોસ્પિટલ નવનિર્મિત બનાવવા પાંચ વર્ષ પહેલાં રૂ.સાત કરોડની ગ્રાન્ટ ફાળવી છે પરંતુ હોસ્પિટલ બનાવવા માટેની કામગીરી ગોકળગાય ની ગતિએ ચાલે છે.ગરીબ લાભાર્થી દર્દીઓ માટે હોસ્પિટલની જરૂરિયાત ધ્યાને લઈ હોસ્પિટલની કામગીરીમાં ગતિ લાવી હોસ્પિટલના બાંધકામની કામગીરી વહેલાસર પૂર્ણ કરવા પ્રબળ લોક માંગણી ઉઠી છે.