એલસીબીનો કુવાડવા હાઇવે ઉપર સફળ દરોડો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 1ની ટીમે બાતમી આધારે કુવાડવા રોડ ઉપર દરોડો પાડી 960 ચપલા ભરેલા છોટા હાથી સાથે શખ્સને ઝડપી લઇ 6.88 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી ,ડીસીપી હેતલ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન 1ના પીએસઆઈ બી વી ચુડાસમા અને ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એ.એસ.આઇ. મનરુપગીરી ગૌસ્વામી, હિતેશભાઇ પરમાર અને રવિરાજભાઇ પટગીરને સંયુક્ત રીતે મળેલી બાતમી આધારે અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલા સાત હનુમાન મંદિર સામે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન પસાર થયેલ છોટા હાથી અટકાવી જડતી લેતા તેમાંથી 2.88 લાખના 960 ચપલા મળી આવતા પોલીસે ડ્રાયવર સીટ ઉપર બેઠેલા શખ્સને ઉતારી નામઠામ પૂછતાં પોતે સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતો શૈલેષભાઇ ઘુઘાભાઇ મુંધવા ઉ.42 હોવાનું જણાવતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી દારૂ, વાહન સહીત 6.88 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.



