પરિણીતાએ દુષ્કર્મની આપવીતી વર્ણવતા પતિએ કહ્યુ અમારામાં આમ જ હોય
સુલતાન શેખ અને હૈદરઅલી શેખની ધરપકડ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ચુનારાવાડ નજીક રહેતા વિધર્મી શખસ સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ જેઠ વારંવાર પરિણીતાને ધમકાવી દુષ્કર્મ આચરતો હોય ચકચાર મચી જવા પામી છે દુષ્કર્મનો ભોગ બનેલી પરિણીતાએ પોતાની આપવીતી પતિ સમક્ષ વર્ણવતા પતિએ અમારામાં આમ જ હોય કહી વાત હસવામાં કાઢી નાખી હતી જેથી કંટાળેલી પરિણીતાએ થોરાળા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પતિ અને જેઠની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના ચુનારાવાડ નજીકના એક વિસ્તારમાં રહેતી યુવતીએ દોઢેક વર્ષ પુર્વે ચુનારાવાડ નજીક રહેતા સુલતાન અલી શેખ નામના શખ્સ સાથે પ્રમ લગ્ન કર્યા હતા લગ્ન જીવન દરમ્યાન પુત્રનો જન્મ થયો હતો પતિ મજુરી કામ માટે બહાર જતા હોય ત્યારે જેઠ હૈદરઅલી શેખ એકલતાનો લાભ લઇ તેના રૂમમાં ઘુસી ગયો હતો અને ધમકી આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું આ અંગે સાંજે ઘરે આવેલા પતિને વાત કરી હતી જે સાંભળીને પતિએ વાતને હસવામાં કાઢી
નાખી હતી.
દરમ્યાન યુવતીને બે માસનો ગર્ભ હોય રૂમમાં સુતી હતી તે દરમ્યાન જેઠ ફરી રૂમમાં ઘુસી ગયા હતા અને ફરી દુષ્કર્મ આચર્યુ હતુ અને આ વાત કોઈને કહીશ તો તને અને તારા પુત્રને મારી નાખીશ તેમ કહી ધમકી આપી હતી જે બાબતે તેને પતિને વાત કરતા પતિએ કહ્યુ કે અમારામા આમ જ હોય તેમ કહી વાત ઉડાવી દીધી હતી પરંતુ અવાર નવાર મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતા જેઠ અને પતિથી કંટાળી યુવતીએ થોરાળા પોલીસમાં ફરીયાદ કરતા પીઆઈ વાઘેલા સહીતના સ્ટાફે પતિ અને જેઠ સામે ગુનો નોધી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.



