વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આગામી તા. 17મી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કાન્તા વિકાસ ગૃહ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે યોગ અને સામુહિક સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ શિબિરમાં વડાપ્રધાનનો 73 માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 73 સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા.
- Advertisement -
આ પ્રસંગે શાળાના આચાર્ય જયશ્રીબેને યોગનું મહત્વ સમજાવી જણાવ્યું હતું કે, યોગ થકી વ્યક્તિ માનસિક, શારીરિક રીતે મજબૂત અને યુવાન દેખાય છે. તેમને જીવનમાં નિયમિત યોગ કરવા શાળાની બાળાઓને પ્રેરણા પુરી પાડી હતી.
આ યોગ શિબિરમાં યોગ શિક્ષક દિવ્યાબેન સોનીના માર્ગદર્શન હેઠળ શાળાની દીકરીઓ, સ્ટાફના સભ્યો તેમજ આચાર્યએ પણ યોગ સાધના કરેલ. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ નેહાબેન તેમજ અતુલભાઇ મોદીએ યોગ શિબિરના આયોજન બદલ સૌને અભિનંદન પાઠવેલ હતા.