મુખ્યમંત્રી વિજયભાઈના હસ્તે રાજકોટના ૧૨ પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ
આરોગ્યકર્મીએ કોરોના સામે યોદ્ધાની માફક લડાઈ લડી કોરોનાને મહાત આપી છે – જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર
- કોરોના વોરિયર્સ, દાતાઓ તેમજ સરપંચઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું
- હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે થયેલા ઈ – લોકાર્પણ
- ૧૧૮ પી.એસ.એ. હવામાંથી ઓક્સિજન તૈયાર કરતા પ્લાન્ટનું લોકાર્પણ
- ૧૧૫ – આરોગ્ય વિષયક ફેસેલિટી મકાનના લોકાર્પણ
- ૫૧ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ મશીન તેમજ ૨૦૦ વેન્ટિલેટર્સનું લોકાર્પણ
રાજકોટ તા. ૭ ઓગસ્ટ – રાજ્ય સરકારના સુસાશનના પાંચ વર્ષ અંતર્ગત યોજાઈ રહેલા કાર્યક્રમોની શૃંખલા અન્વયે આજરોજ સાતમા દિવસે રાજ્યવ્યાપી આરોગ્ય સુખાકારી કાર્યક્રમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમન્ત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં હિંમતનગર ખાતે યોજાયો હતો. જે અન્વયે રાજકોટ ખાતે પી.ડી.યુ મેડિકલ કોલેજમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
- Advertisement -
આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લામાં તૈયાર થયેલ ૧૨ પી.એસ.એ. ઓકસીજન પ્લાન્ટ, રૂા. ૨૨૦ લાખના ખર્ચે તૈયાર થયેલ ૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૩ પેટા આરોગ્ય કેન્દ્રનું ઇ-લોકાર્પણ તથા રૂા.૨૨૩ લાખના ખર્ચે તૈયાર થનાર ૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૧ પેટા આરોગ્ય કેન્દ્રનું ઇ-ખાતમુહુર્ત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાયું હતું.
- Advertisement -
જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરે આજના દિવસે કોરોના સંક્રમણની પહેલી અને બીજી લહેરમાં નૈતિક જવાબદારી સ્વિકારી દિવસ- રાત જોયા વગર સતત ૨૪ કલાક કુટુંબથી અળગા રહીને ફરજ બજાવી હતી તે તમામ આરોગ્ય વિભાગના સ્ટાફનું અભિવાદન કરતા જણાવ્યું હતું કે, નાનામાં નાના ગામડાંથી લઈને શહેરમાંના તમામ વિસ્તારોમાં ઘેર-ઘર સંપર્ક કરી આરોગ્ય વિભાગની અનેક ટીમોએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે. જેમાં કોરોના કેર સેન્ટર, સમરસ હોસ્ટલ તથા કેન્સર હોસ્પીટલ જેવા તમામ સ્થળે આરોગ્ય સેવાઓ સાથે સાથે કોરોના ટેસ્ટ, ધન્વંતરી રથ, સંજીવની રથ વડે ગ્રામ્ય વિસ્તારમાં સારવાર અને લોકોનું રસીકરણ કરીને કોરોના સામે સુરક્ષિત કરવામાં ઉત્સાહભેર કામ કરી નોંધપાત્ર સકારાત્મક લક્ષ્યાંક સાકાર કર્યો હતો. માત્ર એટલું જ નહીં જિલ્લા પંચાયતના સભ્યોએ ભેગા મળીને ચાર કરોડથી વધુ અનુદાન કોરોનાના દર્દીઓ માટે ફાળવી પોતાની સહભાગીતા દર્શાવી હતી. આ તકે તેઓએ ગામડાઓમાં સો ટકા રસીકરણ કરાવવામાં સફળ એવા સરપંચો અને આરોગ્યલક્ષી સેવાને સુદ્રઢ બનાવવામાં અનુદાન આપી સહભાગી બનનાર તમામ દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે કલેકટર અરુણ મહેશ બાબુએ તમામ કોરોના વોરીયર્સ કે જેમાં નાનામાં નાના પણ અદના કર્મયોગી એવા સ્વીપરથી લઇ નર્સિંગ સ્ટાફ, મેડિકલ ઓફિસર્સ, તબીબો, નોડલ ઓફિસર, સહિત તમામ કર્મીઓનો તેમણે આ તકે ખાસ આભાર માન્યો હતો કે જેમના કારણે કોરોનાની બંને લહેરોનો ખૂબ સારી રીતે આપણે સામનો કરી શક્યા હતા.
આ તકે તેમણે ખાસ કરીને વિવિધ સેવાકીય સંસ્થાઓ, એન.જી.ઓ, મંત્રી , સંસદસભ્ય તેમ જ ધારાસભ્ય ઓ અને તમામ પદાધિકારીઓ કે જેમણે કોરોના ના કપરા કાળમાં લોકોને એક યા બીજી રીતે મદદરૂપ બન્યા તે બદલ જિલ્લા વહીવટીતંત્ર તરફથી તેમનો ઋણ સ્વીકાર કર્યો હતો. રાજકોટ ખાતે ઓક્સિજન પ્લાન્ટ, એમ્બ્યુલન્સ સહિતની માળખાકીય સુવિધાઓ માટે વિવિધ સહાયનો ધોધ છૂટયો હતો તે માટે તેમણે તમામ દાતા, અને સામાજિક અને સ્વૈચ્છીક સંસ્થાઓ અને સહયોગીઓનો પણ વિશેષરૂપે આભાર માન્યો હતો
મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કોરોના કાળમાં પહેલી લહેર વખતે જે રીતે મેડિકલ તેમજ એડમિનિસ્ટ્રેશન કક્ષાએ સુનિયોજીત અને ખૂબ જ કુશળતાપૂર્વક સામનો કરેલો તેનો ઉલ્લેખ કરી તેવી જ રીતે બીજી લહેરમાં પણ લોજિસ્ટિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ઓક્સિજન પ્લાન્ટ સહિતની વિવિધ જરૂરિયાતોને વ્યવસ્થાઓ મુખ્યમંત્રી ના માર્ગદર્શનના ઉભી કરવામાં આવી તેને બીરદાવી હતી. જેના પરિણામે બીજી લહેરમાં ખૂબ સારી રીતે કોરોના સામે આપણે લડાઈ લડી શક્યા હતા. આ તકે સંભવીત ત્રીજી લહેર આવે તો પણ એક ચેલેન્જ રૂપે તે પડકારને પહેાંચી વળવા સમગ્ર આરોગ્ય અને વહીવટી તંત્ર કટિબદ્ધ હોવાનું અરોરાએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, ધારાસભ્યો સર્વ અરવીંદ રૈયાણી તથા લાખાભાઇ સાગઠીયા તેમજ કલેક્ટર, કમિશ્નર, જિલ્લા વિકાસ અધિકારી ના હસ્તે આરોગ્ય કર્મીઓ, સો ટકા વેક્સિનેશન કરાવેલ ગામોના સરપંચોનું સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું. આ ઉપરાંત વિવિધ એનજીઓ કે જેમણે ઓક્સિજન પ્લાન્ટ સહિતની સાધન સહાયમાં મદદ કરી છે તેવા રાજ બેંકના જગદીશભાઈ, શાપર ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના રમેશભાઇ ટીલાળા, ન્યારા એનર્જી પ્લાન્ટના અધિકારી તેમજ ફાલ્કન ગ્રુપ સહિતના દાતાઓનું પણ સન્માન કરાયું હતું.
કાર્યક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય તેમજ મહાનુભવોનું પુસ્તક આપી સ્વાગત કરાયું હતું. સ્વાગત પ્રવચન પી.ડી.યુ. મેડિકલ કોલેજ ડીન ડો.મુકેશ સામાણીએ કર્યું હતું.
આ પ્રંસગે નાયબ કમિશનર આશિષ કુમાર, સિવિલ હોસ્પીટલના અધિક્ષક આર. એસ. ત્રિવેદી, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, પ્રાંત અધિકારીઓ ચરણસિંહ ગોહિલ, સિદ્ધાર્થ ગઢવી, અગ્રણીઓ સર્વે મનસુખભાઇ રામાણી, મનીષભાઈ ચાંગેલા, સરપંચઓ, આરોગ્ય વિભાગના કર્મીઓ તેમજ અન્ય સન્માનિત કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતાં.