ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજુલા માર્કેટિંગ યાર્ડના ખેડૂત ખાતેદાર આતુભાઈ ઘુઘાભાઈ ધાપા (રહે. પટવા)ના આકસ્મિક અવસાનને પગલે, માર્કેટિંગ યાર્ડ દ્વારા તેમના વારસદારને વીમા ક્લેમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદહસ્તે રૂ. 50,000ની રકમનો ચેક પરિવારજનોને સોંપવામાં આવ્યો. આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, ટીંબી માર્કેટિંગ યાર્ડ પ્રમુખ ચેતનભાઈ શીયાળ, રમેશભાઈ વસોયા, સાગરભાઈ સરવૈયા, મુકેશભાઈ ગુજરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ધીરુભાઈ નકુમ, રાજેશભાઈ પરસાણા સહિત સંઘના સદસ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.