21 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
શ્રી નાડોદા રાજપૂત સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લાં 26 વર્ષથી ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજની દીકરીબાના સમૂહ લગ્નનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તા. 14 ને વસંતપંચમીના શુભ દીને સર ગામ મુકામે 21 દીકરીબાએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે ભાગવત ભૂષણ પ.પૂ. શ્રીજી સ્વામી (હાથીજણ) સહિતના સંતો અને મહંતો તથા સમાજના શ્રેષ્ઠીઓએ ઉપસ્થિત રહી દીકરીબાઓને આશીર્વચન પાઠવ્યા હતા. ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજ દ્વારા યોજાયેલ સમૂહ લગ્નમાં સમાજના લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો.
સમૂહ લગ્નનો કરિયાવર-જમણવાર સહિતના તમામ ખર્ચ સ્વ. પાંચાભાઈ રામજીભાઈ કટારીયા પરિવારે ઉઠાવ્યો હતો. દીકરીબાઓને કરિયાવરમાં સોના-ચાંદીની વસ્તુઓ, કબાટ, બેડ સેટ, કટલેરી સેટ ઉપરાંત જીવનજરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવી હતી.
આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે પ્રમુખ બકુલસિંહ સિંધવ, ઉપપ્રમુખ સુરુભા ચાવડા, મંત્રી બળદેવસિંહ ડોડીયા, ભૂપતસિંહ વણોલ, ચંદ્રસિંહ ડોડીયા, અનિલસિંહ સિંધવ, સંજયસિંહ ડોડ, પ્રતાપસિંહ ગોહિલ, સંજયસિંહ ચાવડા, જગદીશસિંહ ડાભી, વનરાજસિંહ ડોડ, મુકેશસિંહ કટારીયા, વિજયસિંહ જાદવ, મનિષસિંહ સિંધવ, કમલેશસિંહ જાદવ, દશરથસિંહ વણોલ, કાનભા ડાભી, વિપુલસિંહ ચાવડા, ભરતસિંહ સિંધવ તથા સમાજના વડીલો, યુવાનો, માતા-બહેનો તથા સમૂહ લગ્ન સમિતિના સભ્યો તથા સર ગામ તથા ભાડુઈ ગામના તમામ ભાઈઓ તથા બહેનોએ જહેમત ઉઠાવી હતી.