મલ્ટીપ્લેકસ એસો.ની થિયેટર પ્રેમી-પંખીડાઓને ખાસ ઓફર…
ચુંટણીના દિવસોના કારણે ‘સિનેમા લવર્સ ડે’ની ઉજવણી રદ થઈ હતી. હવે મલ્ટીપ્લેકસ એસો. ઓફ ઈન્ડીયાએ પ્રેક્ષકો માટે 31 મે ના રોજ આ દિવસ ઉજવવાની ગીફટ આપી છે.
- Advertisement -
એસો.એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ગત વખતની સફળતા બાદ આ દિવસ 4000 સ્ક્રીન પર ઉજવવામાં આવશે. જેમાં પીવીઆર, આઈનોકસ, સિનેપોલીસ, મીરાજ, વેવ, ડીલાઈટ અને અન્ય ચેનલનો સમાવેશ થાય છે.
હાલ સિનેઘરોમાં ચાલતી તમામ ફિલ્મોની ટીકીટનો દર આ દિવસે માત્ર રૂા.99 રહેશે. 2023 અને આ વર્ષમાં ફિલ્મોને સફળતા અપાવનાર દર્શકો માટે ખાસ આ ઓફર લાવવામાં આવી છે. ગત વખતે 19 એપ્રિલે આ ઓફર રદ કરાઈ હતી.