આજે મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ છે ત્યારે સમગ્ર રાજકોટવાસીઓ ભગવાન ભોળાનાથની સાધનામાં લિન બન્યા છે. શહેરના તમામ શિવ મંદિરોમાં આજે ભક્તોની સવારથી જ ભારે ભીડ જોવા મળી છે. રાજકોટના મુખ્ય માર્ગો સહીત સર્કલોમાં ભક્તિનગર, સોરઠિયાવાડી, માલવિયા વગેરે જગ્યાએ સનાતનની નીવ સાથે કેસરી ઘ્વજો ફરકાવેલા છે. એક નાની દીકરીએ કેસરી વસ્ત્રો ધારણ કરી લલાટે ત્રિપુન્ડ કરી પોતાની બાળ ભક્તિ વ્યક્ત કરી છે.




