રક્તદાનથી શ્રદ્ધાંજલિ : રાજકોટમાં 40 વર્ષથી સેવા આપતી સંસ્થા દ્વારા આયોજન
એકત્રિત રક્ત થેલેસેમિયા પીડિત બાળકો તેમજ તાત્કાલિક જરૂરિયાતમંદ દર્દીઓને અપાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી પુરુષાર્થ યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ (બેડીપરા ઝોન), રાજકોટ દ્વારા સ્વર્ગસ્થ મહાનુભાવોની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિરૂપે વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માનવસેવા અને રક્તદાનની પરંપરાને જીવંત રાખતા આ કેમ્પનું આયોજન તારીખ 4 જાન્યુઆરી 2025, રવિવારના રોજ સવારે 8:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે.
આ રક્તદાન કેમ્પનું સ્થળ પૂ. રાણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળા નં. 15, 10-રાણછોડનગર સોસાયટી, વેકરીયા રોડ, રાજકોટ રાખવામાં આવ્યું છે. છેલ્લા 40 વર્ષથી અવિરત રક્તદાન પ્રવૃત્તિ કરતી સંસ્થા દ્વારા આયોજિત આ કેમ્પમાં શહેરના રક્તદાતાઓને સ્વૈચ્છિક રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. કેમ્પમાં થેલેસેમિયા પીડિત બાળકો તેમજ તાત્કાલિક જરૂરિયાતમંદ દર્દીઓના હિતાર્થે રક્ત એકત્રિત કરવામાં આવશે. રક્તદાતાઓ માટે અલગ વ્યવસ્થા, માર્ગદર્શન તથા સ્વચ્છતા સાથેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. રક્તદાન કરનાર દાતાઓને સંસ્થાની તરફથી પ્રમાણપત્ર અને સન્માન પણ આપવામાં આવશે.
આ રક્તદાન કેમ્પ સ્વ. વિજયભાઈ રૂપાણી, સ્વ. બેચરભા પાંચાભા પરમાર, સ્વ. રમેશભાઇ પ્રાણશંકર મહેતા, સ્વ. સંજયભાઈ પ્રવિણભાઈ ચૌહાણ, સ્વ. ચંદનબેન અમરશીભાઇ જોગી તથા સ્વ. ગોદાવરીબેન નાથાલા ભાડલીયા સહિત અનેક દિવંગત આત્માઓની સ્મૃતિને અર્પણ કરવામાં આવ્યો છે. આ સેવાકાર્યમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, ટ્રસ્ટો તથા દાનશુરોનો સહયોગ પ્રાપ્ત થયો છે. આયોજકો દ્વારા શહેરના યુવાનો અને નાગરિકોને યુવાનીમાં રક્તદાન – મૃત્યુ પછી નેત્રદાન જેવા ઉદ્દેશ સાથે આગળ આવી માનવતાના કાર્યમાં જોડાવા ભાવપૂર્ણ અપીલ કરવામાં આવી છે.
પુરુષાર્થ યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ ચાર દાયકાથી રક્તદાનની પ્રવૃત્તિ કરે છે
- Advertisement -
પુરુષાર્થ યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર દાયકાથી રક્તદાનની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ અવિરત રક્તદાનની પ્રવૃત્તિ બદલ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2003 અને વર્ષ 2011માં નરેન્દ્ર મોદીના હસ્તે સંસ્થાને શેરદીલ એવોર્ડથી સન્નમાનીત કરવામાં આવી હતી.



