બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિનેતા અભિષેક બચ્ચનની લાડલી દીકરી આરાધ્યા બચ્ચનનો આજે જન્મ દિવસ છે. 16 નવેમ્બરે આરાધ્યા તેનો 11મો જન્મ દિવસ મનાવી રહી છે. તો આ પ્રસંગે ઐશ્વર્યાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને દીકરી પર પ્રેમ વરસાવ્યો છે.
અભિનેત્રીએ આરાધ્યાની સાથે એક લિપ કિસ કરીને ફોટો શેર કર્યો છે. ઐશ્વર્યાએ આરાધ્યાને આ રીતે વિશ કર્યુ તે તેમના કેટલાંક પ્રશંસકોને પસંદ આવી રહ્યું છે, તો કેટલાંક લોકોએ લિપ કિસની ટીકા કરી છે. એટલું જ નહીં, કોમેન્ટ સેક્શનમાં લોકો એકબીજા સાથે ઝગડી રહ્યાં છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
આરાધ્યા અને ઐશ્વર્યાએ કરી લિપ કિસ
ઐશ્વર્યા રાયે રાત્રે 12 વાગ્યે આરાધ્યાના જન્મ દિવસે ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શેર કરી છે. આ ફોટોમાં આરાધ્યા અને ઐશ્વર્યા લિપ કિસ કરતા દેખાઈ રહ્યાં છે અને પાછળ ફૂલોની સાથે 11 લખવામાં આવ્યું છે. લાગી રહ્યું છે કે રાત્રે આરાધ્યાના જન્મ દિવસના પાર્ટીના ફોટા છે. ફોટો શેર કરીને ઐશ્વર્યાએ લખ્યું, ‘માય લવ, માય લાઈફ, હું તને ખૂબ પ્રેમ કરુ છુ.. મારી આરાધ્યા.’
ઐશ્વર્યા રાયની પોસ્ટ બાદ શરૂ થયો વિવાદ
ઐશ્વર્યા રાયની પોસ્ટ બાદ વિવાદ શરૂ થયો છે અને સોશિયલ મીડિયામાં તેમની ખૂબ ટીકા થઇ રહી છે. કેટલાંક યુઝરનુ કહેવુ છે કે હોઠ પર બાળકોને કિસ કરવી આપણી સંસ્કૃતિનો ભાગ નથી. તો અમુક યુઝરે કહ્યું કે આવી તસ્વીરોને સોશિયલ મીડિયામાં શેર ન કરવી જોઈએ. એક યુઝરે લખ્યું, માં દીકરીના હોઠ પર કિસ કરે આ બિલ્કુલ પણ સારું નથી. બીજા યુઝરે લખ્યું, બાળકીના હોઠ પર કિસ કરવી ખૂબ અજીબ છે. તો અન્ય એક યુઝરે લખ્યુ, તમે આ રીતે પ્રેમ કરો છો, તે સારું છે, પરંતુ આ ફોટાને શેર ના કરવો જોઈએ.
View this post on Instagram
ઐશ્વર્યા રાયના પ્રશંસકો કરી રહ્યાં છે સપોર્ટ
ઐશ્વર્યા રાયના પ્રશંસકો તેમનો સપોર્ટ કરી રહ્યાં છે અને ટીકાકારોને કડક જવાબ પણ આપી રહ્યાં છે. અન્ય એક યુઝરે લખ્યું, એક માં-દીકરીના સંબંધને જજ કરવાનુ બંધ કરો. આ બસ એક કિસ છે, જેનો અર્થ પ્રેમ છે.