જન્મદિવસે કલાકારો દ્વારા ઇવનીંગ પોસ્ટમાં 15મી સપ્ટેમ્બરે યોજશે કાર્યક્રમ: નિ:શુલ્ક પ્રવેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સિનિયર સિટીઝન પોતાની નોકરી કે ધંધામાંથી નિવૃત થાય ત્યારે તેમની મનગમતી પ્રવૃત્તિઓમાં વાંચન અને સંગીત અગ્રક્રમે આવે છે. એમાં ય તન મનને ડોલાવતું સંગીત મળી જાય તો માનસિક તંદુરસ્તી પણ જળવાય છે. સિનિયર સિટીઝનોની ખુશી કે રાજીપામાં પોતે આનંદિત થતા ઓમ ઇન્ટરનેશનલ કુરિયરવાળા બિપીન ઠાકરે ઇવનીંગ પોસ્ટ સિનિયર સિટીઝન ગાર્ડનમાં અનોખા હિન્દી ગીતોના સંગીતમય કાર્યક્રમનું આયોજન 15 સપ્ટેમ્બર 2024ના રવિવારે સાંજે સાડા પાંચે કર્યું છે. કાર્યક્રમ તેમના જન્મદિવસને અનુલક્ષીને યોજવામાં આવ્યો છે. બિપીનભાઇ કહે છે, સિનીયર સિટીઝનોને આનંદ કરાવીને મારે જન્મદિવસ ઉજવવો છે. છેલ્લાં ચાર વર્ષથી હું આ રીતે જન્મદિવસે બધાને યાદ કરું છું. યે શામ મસ્તાની સીઝન-4 આ વખતે અમે લાવી રહ્યા છીએ. બિપીન ઠાકર વર્ષોથી કુરિયરના વ્યવસાય સાથે સંકળાયેલા છે એ ઉપરાંત તેઓ સારાં ગાયક અને ઓર્ગેનાઈઝર પણ છે. નવા જૂના ફિલ્મોના ગીતો દ્વારા સંગીતપ્રેમીઓને ડોલાવવા તેઓ તત્પર હોય છે. આ કાર્યક્રમ શહેરની માટે નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે. યે શામ મસ્તાની સીઝન-4માં પ્રોફેશનલ સિંગર્સ નિલય ઉપાધ્યાય, તેજસ ત્રિવેદી અને જિગીશા રાવલ સૂરિલા ગીતો રજૂ કરશે. બિપીન ઠાકર પણ સાથ આપશે. રાજકોટમાં કરાઓકે આધારિત અનેક કાર્યક્રમો થાય છે.
- Advertisement -
પણ કરાઓકે ઉપર લાઇવ સીંગીંગ અને બોલિવૂવ્ડ સીંગર જેવા અવાજમાં પરફેકટ ટાઈમીંગ સાથે ગીતો ગાનારા આ પ્રોફેશનલ ગાયકો મનોરંજન કરાવવાના છે ત્યારે જાહેર જનતાને ઉમટી પડવા અનુરોધ કરવામાં આવ્યો છે.