કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનાં હસ્તે ખાતમૂહુર્ત કરાયું
ખાસ-ખબર ન્યૂઝ આટકોટ
- Advertisement -
આટકોટ જુના પીપળીયા ગામે ભાદર નદી પર કોઝવે બનાવવાની માંગણી ગામ લોકોએ કરી હતી ત્યારે આ ભાદર ને દીવ પરથી સામા કાંઠે જોવા ચાલુ વરસાદે પુરા આવતું હોય તેમ જ ચોમાસામાં સતત પાણી ચાલુ રહેતું હોય ત્યારે લોકો પડી જવાના બનાવ પણ બનતા હતા ત્યારે આ કોજવે નવો બનાવવામાં આવે તેવી ગામ લોકોએ માંગણી કરી હતી ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ધ્યાન આવતાં અને લોકો ની રજૂઆત કરી હતી અને આ કોઝવે નું ખાતમુર્હુત કરવામાં આવ્યું 40 લાખ નાં ખર્ચ નવો કોઝવે બનશે જેથી ખેડૂતો માં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી ગામ લોકો એ કેબિનેટ મંત્રી નો આભાર માન્યો હતો. જિલ્લા પંચાયત સાણથલી સીટ નાં ગામ જુના પીપળીયા ગામે ભદર નદી પર રાજકોટ સિંચાઇ યોજના અંતર્ગત કોજવે કમ ચેકડેમ રકમ રૂપિયા 40 લાખ નાં ખર્ચે તથા જિલ્લા પંચાયત સ્વ ભંડોળ ગ્રાન્ટ માંથી રામદેવ પીર મંદિર નાં મેદાનમાં પેવર બ્લોક રૂપિયા 3 લાખ નાં ખર્ચે તથા ધારાસભ્ય સભ્યની ગ્રાન્ટમાંથી રેન બસેરા રૂમ રૂપિયા 2. બે લાખ નાં ખર્ચે ત્રીવેણી કાર્યક્રમો યોજાયા હતા જેમાં ખાત મુહુર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબ તથા સાણથલી સીટ નાં આગેવાન વિનુભાઈ ધડુક ભાવેશભાઈ વેકરીયા.લલીત ભાઇ મારકણા રમેશ ભાઈ.ચતુરભાઈ તથા જીલ્લા પંચાયત સીટ નાં તમામ ગામના આગેવાનો અને ગામના આગેવાનો એ હાજરી આપી હતી.