ઓખા નગરપાલિકાની સામાન્ય સભા ગઈકાલે એક અનોખા સ્થળે યોજાઈ હતી. સુદર્શન બ્રિજ અને બેટ ઓખા વચ્ચેના સમુદ્રમાં શરૂ થયેલી ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન ગઢવી, પ્રમુખ રાજુ કોટક, ઉપપ્રમુખ હાડાભા માણેક અને અન્ય તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ઓખાના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને બહુમતીથી ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. દરિયાની વચ્ચે મીટિંગનું આયોજન થતાં ઉપસ્થિત તમામ સભ્યોએ દરિયા અને સુદર્શન બ્રિજનો અદભૂત નજારો માણ્યો હતો અને સાથે સાથે ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો આનંદ પણ માણ્યો હતો. આ અનોખા આયોજન બદલ નગરપાલિકાની પ્રશંસા થઈ રહી છે.
ઓખા નગરપાલિકાની સામાન્ય સભા ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં યોજાઈ

Follow US
Find US on Social Medias