શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં ફ્લાય ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. જેના અનુસંધાને કાલાવડ રોડ પર જડુસ ચોકમાં રૂ.૨૮.૫૨ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ સ્પ્લીટ ફ્લાય ઓવરબ્રિજની સ્થળ મુલાકાત લેતા મેયર ડૉ.પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર વિનોદભાઈ સોરઠીયા, લીલુબેન જાદવ, રાણાભાઇ સાગઠીયા,ભારતીબેન પાડલીયા, વોર્ડ નં.૧૧ના પ્રભારી હસુભાઈ ચોવટિયા, પ્રમુખ સંજયભાઈ પીપળીયા, મહામંત્રી હસુભાઈ માકડીયા, ભાજપ અગ્રણી વૈભવભાઈ બોરીચા, ફર્નાન્ડેઝ પાડલીયા, સ્નેહલબેન જાદવ, તેમજ વોર્ડ નં.૧૦ના ડૉ.રાજેશ્રીબેન ડોડીયા, ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, વોર્ડ નં.૦૮ના અશ્વિનભાઈ પાંભર, બિપીનભાઈ બેરા, ડૉ.દર્શનાબેન પંડ્યા, તેમજ સંબંધક અધિકારી સિટી એન્જી. દોઢિયા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ફ્લાય ઓવરબ્રિજની વિગત
- Advertisement -
- ફોરલેન ફ્લાય ઓવરબ્રિજ
- સર્વિસ રોડની પહોળાઈ ૬.૫૦ મી. બંને તરફ
- બંને તરફ યુટીલીટી કોરીડોરની પહોળાઈ ૦.૭૫ મીટર
- મોટામવા તરફ બ્રિજની લંબાઈ ૧૯૦.૦૦ મી.
- કે.કે.વી. હોલ તરફ બ્રિજની લંબાઈ ૧૮.૦૦ મી.
- મોટામવા તરફ બ્રિજનું ગ્રેડીયન્ટ ૧:૩૦
- કે.કે.વી. હોલ તરફ બ્રિજનું ગ્રેડીયન્ટ ૧:૩૦
- મોટામવા તરફ ૩ સિંગલ પીઅર – ૩ નંગ (જે પૈકી યુટીલીટી શીફ્ટીંગનું કામ ચાલુ છે)
- કે.કે.વી. હોલ તરફ ૩ સિંગલ પીઅર – ૩ નંગ (જે પૈકી ૨ પીઅરનું ફાઉન્ડેશન કામ ચાલુ છે તથા હયાત નાળાની પહોળાઈની કામગીરી ચાલુ છે)
- આ કામે એજન્સીશ્રીને તારીખ ૨૧/૦૧/૨૦૨૧ના રોજ ૨૪ માસની સમયમર્યાદાનો વર્ક ઓર્ડર આપેલ. પ્રોજેક્ટ પૂર્ણ થવાની તારીખ ૨૦-૦૧-૨૦૨૩ છે.
ચોમાસા પહેલા વધુ ને વધુ પીઅરની કામગીરી આગળ વધે અને સમયમર્યાદા પહેલા કામગીરી પૂર્ણ કરવા પદાધિકારીશ્રીઓએ તાકીદ કરેલ હતી.